મહિલા સરકારી કર્મીને લાભ; સરોગસીથી માતા બને તો પણ 6 માસની મેટરનીટી લિવ મળશે
સરોગસી દ્વારા માતા બનનાર મહિલાઓ માટે સોમવારે સારા સમાચાર આવ્યા હતા. કેન્દ્ર સરકારે મેટરનિટી લીવ અંગેના નિયમોમાં ફેરફાર કરીને સરોગસી દ્વારા માતા બનતી મહિલાઓનો સમાવેશ કર્યો છે. કેન્દ્રએ સરોગસીના કિસ્સામાં મહિલા કર્મચારીઓને 6 મહિનાની પ્રસૂતિ રજા આપવા માટે નિયમોમાં સુધારો કર્યો છે. અત્યાર સુધી, સરોગસી દ્વારા બાળકના જન્મના કિસ્સામાં મહિલા સરકારી કર્મચારીઓને પ્રસૂતિ રજા આપવાનો કોઈ નિયમ નહોતો.
આ સુધારા સાથે કેન્દ્રએ 50 વર્ષ જૂના નિયમમાં ફેરફાર કર્યો છે. જે અંતર્ગત મહિલા સરકારી કર્મચારીઓ સરોગસી દ્વારા બાળકને જન્મ આપવાના કિસ્સામાં 180 દિવસની પ્રસૂતિ રજા લઈ શકે છે. સેન્ટ્રલ સિવિલ સર્વિસીસ (લીવ) માં કરાયેલા ફેરફારો મુજબ, “કમિશનિંગ માતા” (સરોગસી દ્વારા જન્મેલા બાળકની હેતુવાળી માતા) ને બાળ સંભાળ રજા ઉપરાંત “કમિશનિંગ પિતા” ને 15 દિવસની પિતૃત્વ રજાની પણ મંજૂરી આપી હતી.