ગોંડલ દલિત સમાજની રેલીમાંથી ઘરે જતાં યુવકનું અકસ્માતમાં મોત
જૂનાગઢના દલિત યુવકનું અપહરણ કરી માર મારવાના પ્રકરણમાં દલિત સમાજ દ્વારા ગોંડલ ખાતે રેલી યોજવામાં આવી હતી જે રેલીમાં હાજરી આપી પરત ફરેલા જેતપુરના પેઢલા ગામના નવનીત ધમજીભાઈ મકવાણા નામના 19 વર્ષીય યુવકને જેતપુર પાસે અજાણ્યા કાર ચાલકે ઠોકરે ચડાવતા અકસ્માત સર્જાયો હતો.જેથી તેને રાજકોટ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો. અને અહી તેનું સારવાર દરમ્યાન મોત નિપજતા પરિવારમાં ગમગીની છવાઈ જવા પામી છે.
