ટી-૨૦ વર્લ્ડકપ: નેપાળને હરાવી બાંગ્લાદેશની સુપર-૮માં એન્ટ્રી
વર્લ્ડકપ ઈતિહાસના સૌથી નાના સ્કોરને બચાવ્યો: તંઝીમ હસનની ૪ વિકેટ
નઝમુલ હુસૈન શન્તોની આગેવાનીવાળી બાંગ્લાદેશે ટી-૨૦ વર્લ્ડકપના ઈતિહાસનો સૌથી નાનો સ્કોર બચાવી નેપાળને હરાવ્યું હતું. આ સાથે જ તેણે સુપર-૮ રાઉન્ડમાં એન્ટ્રી મેળવી લીધી હતી.
બાંગ્લાદેશને નેપાળ વિરુદ્ધ ૧૦૬ રનનો સ્કોર બચાવ્યો છે. આ ટી-૨૦ વર્લ્ડકપ ઈતિહાસનો સૌથી નાના સ્કોરનો બચાવ છે. અગાઉ સાઉથ આફ્રિકાએ બાંગ્લાદેશ વિરુદ્ધ ૧૧૪ તો નેપાળ વિરુદ્ધ ૧૧૬ રનના સ્કોરનો બચાવ કર્યો હતો.
ટોસ હાર્યા બાદ પહેલાં બેટિંગ કરવા ઉતરેલી બાંગ્લાદેશની ટીમ ૨૦ ઓવર પણ રમી શકી ન્હોતી. તેણે ૧૯.૩ ઓવરમાં ૧૦૬ રન બનાવ્યા હતા. ટીમનો કોઈ બેટર ૨૦ રનનો આંકડો સ્પર્શી શક્યો ન્હોતો. જો કે બોલિંગમાં તંઝીમ હસન સાકિબે કમાલ કરી બાંગ્લાદેશને ટૂર્નામેન્ટની બીજી જીત અપાવી હતી. સાકિબે ચાર ઓવરમાં ૭ રન આપીને ચાર વિકેટ ખેડવી હતી. તેની આ ઉમદા બોલિંગની મદદથી નેપાળની ટીમ ૮૫ રને સંકેલાઈ ગઈ હતી.
અત્યાર સુધીના સૌથી નાના સ્કોરનો બચાવ
ટીમ રન હરિફ ટીમ ગ્રાઉન્ડ વર્ષ
બાંગ્લાદેશ ૧૦૭ નેપાળ કિંગ્સટાઉન ૨૦૨૪
આફ્રિકા ૧૧૪ ન્યુયોર્ક ૨૦૨૨૪
આફ્રિકા ૧૧૬ કિંગ્સટાઉન ૨૦૨૪
શ્રીલંકા ૧૨૦ ન્યુઝીલેન્ડ ચટગાંવ ૨૦૧૪
ભારત ૧૨૦ પાકિસ્તાન ન્યુયોર્ક ૨૦૨૪