Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
રાજકોટ

મહાપાલિકાની રૂા.૧,૦૮,૦૦,૦૦,૦૦૦/-ની જમીન પર બિલ્ડરનો કબજો બળવાન

Thu, June 13 2024

રાજકોટમાં ખેડે એનું ખેતર…
મહાપાલિકા ધ્રુતરાષ્ટ્રની ભૂમિકામાં

કમિશનર દેવાંગ દેસાઇ ધ્યાન આપે અને લોકોની જમીન લોકોના ઉપયોગ માટે ખુલ્લી મૂકે તે જરૂરી છે, નહીંતર આ રીતે કબજા થતા વાર નહીં લાગે

રૂડાએ બિલ્ડરને ૩ વર્ષ માટે ૧૨,૦૦૦ ચોરસ મીટર જગ્યા બગીચો બનાવવા માટે આપી, પછી રૂડા અને મહાપાલિકા બધા ભૂલી ગયા

રાજકોટમાં ફૂટપાથ ઉપર કોઈ ચાની લારીવાળાએ દબાણ કર્યું હોય કે પછી કોઈ જમીન ઉપર ગરીબે ગેરકાયદેસર રીતે ઝુંપડુ બાંધ્યુ હોય તો તેને ડીમોલીશન કરવામાં જરા પણ રાહ ન જોતી રાજકોટ મહાનગરપાલિકા કેટલાંક માનીતા બિલ્ડરના કિસ્સામાં કેવી ધ્રુતરાષ્ટ્ર બની જાય છે તેનો નાદાર નમુનો બહાર આવ્યો છે. આ મહાનગરપાલિકા કે બિલ્ડરની લાપરવાહી નથી પણ જમીન ઉપર કબજો કરીને પચાવી પાડવાનું કૌભાંડ જ છે અને `વોઈસ ઓફ ડે’ તેનો પર્દાફાશ કરી રહ્યું છે. આ કિસ્સામાં કાલાવડ રોડ ઉપર રંગોલી પાર્ક સામેના રોડ ઉપર (મોટા મવા) ગ્રીનફિલ્ડ કોર્પોરેશન દ્વારા આકાર પામેલા ગ્રીનફિલ્ડ ગાર્ડનની સામે આવેલી મહાનગરપાલિકાની જાહેર બાગ બગીચા માટેની અનામત ૧૨૦૦૦ ચોરસ મીટર જમીન પચાવી પાડવામાં આવી છે. સૌથી ચોંકાવનારી બાબત એ છે કે આ જગ્યા પોતાની માલિકીની હોવા છતા મહાપાલિકા તદ્દન અજાણ છે.


આમ તો ૧૪/૧૦/૨૦૧૯માં રૂડાએ એક ઠરાવ દ્વારા આ જગ્યા લાડાણી એસોસિએટ્સને બગીચો બનાવવા માટે ત્રણ વર્ષ માટે આપી હતી પણ પછી બિલ્ડરે સોનાની લગડી જેવી આ જમીન ઉપર સિફતપૂર્વક કબજો જમાવી લીધો છે. આ જમીન બિલ્ડરે ઠરાવ અનુસાર ત્રણ વર્ષમાં બગીચો ડેવલપ કરીને મહાપાલિકાને સોંપી દેવાની હતી પરંતુ પાંચ -પાંચ વર્ષ થઇ ગયા હજુ આ જગ્યા પોતાના કબજામાં જ રાખી છે. બીજા શબ્દોમાં કહીએ તો આ જમીનને પોતાની બનાવી લીધી છે. આ બિલ્ડરે પોતાની સાઈટનાં બ્રોશરમાં પણ આ જગ્યા પોતાની હોય એવી રીતે જ ગણાવી છે અને તેના આધારે જ ફ્લેટનું વેંચાણ કરી રહ્યા છે. બ્રોશરમાં ઝીણા અક્ષરે લખવામાં આવ્યું છે કે, રૂડા ગાર્ડન, રોડ અને મેઈન્ટેનન્સ લાડાણી એસોસિએટ્સ કરી રહ્યું છે. પણ આ પ્રકારની ફૂદડીવાળી લાઈનથી ફ્લેટ ઓનર્સ પણ અજાણ છે અને તેઓ એમ જ માને છે કે આ ગાર્ડન ગ્રીનફિલ્ડ ગાર્ડનની એમીનીટીઝ જ છે. વોઈસ ઓફ ડેએ જયારે કેટલાક બિલ્ડરને આ જગ્યાના ભાવ બાબતે પૂછ્યું તો તેની કિમત એક અબજ, એંસી કરોડ રૂપિયા થાય છે. આ વિસ્તારની જમીનનો ભાવ ૯૦,૦૦૦ રૂપિયા પ્રતિ ચોરસ મીટર છે અને આ જગ્યા ૧૨,૦૦૦ ચોરસ મીટર છે. રાજકોટના નવા મહાપાલિકા કમિશનર દેવાંગ દેસાઈ ત્રિરાશી માંડીને હિસાબ કરશે તો ધ્યાનમાં આવશે કે આટલી મોટી જગ્યા કેવી રીતે અને કોણે સિફતથી પચાવી પાડી છે.
રાજકોટ એક એવું શહેર છે કે જો તમે ધ્યાન ન રાખો તો કોઈક આખા શહેરનો દસ્તાવેજ કરી નાંખે અને બધાની નજર સામે કબજો પણ કરી લ્યે… અને બેધ્યાન રહેનાર તંત્ર આંખે પાટા બાંધીને બેસી રહે..અત્યારે રાજકોટમાં ટીઆરપી ગેઈમ ઝોનની દુર્ઘટના પછી મહાપાલિકાનું તંત્ર ફાયર એન.ઓ.સી અને બી.યુ.પી. ઉપર જ ધ્યાન કેન્દ્રિત કરીને બેઠુ છે પણ વોઈસ ઓફ ડે આ ધ્રુતરાષ્ટ્ર જેવા તંત્રને તેમની જ કરોડો કરોડો રૂપિયાની જમીન ઉપર કેવી રીતે કબજો કરવાનો પ્રયાસ થયો છે તેનો પર્દાફાશ કર્યો છે.

મહાપાલિકામાં કોની મિત્રતા કામ આવી

આ જગ્યા પહેલા રૂડા હસ્તક હતી પરંતુ મોટા મવા મહાપાલિકામાં ભળી ગયા પછી બધી જગ્યા મહાપાલિકા હસ્તક આવી હતી. આ પ્લોટ પણ રૂડાએ બગીચો બનાવવા માટે કાયદેસર રીતે બિલ્ડરને સોંપ્યો હતો અને બિલ્ડરે ત્રણ વર્ષમાં પાછો આપી દેવાની શરત હતી પણ આ શરત પાળવામાં આવી નથી. આ મામલામાં મહાપાલિકામાંથી કોણે બિલ્ડર સાથે મિત્રતા દાખવી છે તે બધાને ખબર છે અને આ મિત્રતા રાખનારને તેનો પુરેપુરો લાભ પણ અપાયો છે તે પણ બધા જાણે છે. મહાપાલિકાના કમિશનર દેવાંગ દેસાઈને આ બાબતની ખબર નથી કારણ કે તે રાજકોટ માટે નવા છે અને આવ્યા છે ત્યારથી અગ્નિકાંડ અને તેને લગતી એન.ઓ.સી. સહિતની બાબતોમાં વ્યસ્ત છે પરંતુ ખાઈબદેલા બીજા અધિકારીઓને આ બધી ખબર છે.

Tags:

exposerajkotrmcvoiceofday

Share Article

Other Articles

Previous

અરુણાચલમાં ભાજપની સરકાર : પેમા ખાંડુ આજે મુખ્યમંત્રી તરીકે સતત ત્રીજીવાર શપથ લેશે

Next

આજનું રાશિફળ : આ રાશિના જાતકોને ખાસ વ્યક્તિ સાથે થશે મુલાકાત, દિવસ રહેશે શુભ

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
11 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
11 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
12 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
10 મહિના પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
10 મહિના પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
8 મહિના પહેલા
ગુજરાત
Most Share
ટૉપ ન્યૂઝ
દુબઈ ઇન્ટરનેશનલ એરપોર્ટ નજીક ઈરાનના બે ડ્રોન ખાબક્યા: ચાર લોકો થયા ઘાયલ, ઇજાગ્રસ્તોમાં એક ભારતીય કર્મચારી
1 મિનિટute પહેલા
5 વર્ષમાં 2 વન-ડે, 2 ટી-20 વર્લ્ડકપ, એક ચેમ્પિયન્સ ટ્રોફી, 3 WTC ફાઈનલ રમાશે: ભારતને પણ મળશે વર્લ્ડકપ-ચેમ્પિયન્સ ટ્રોફીનું યજમાનપદ
35 મિનિટutes પહેલા
ધોરણ 10 અને 12ની ઉત્તરવહીને ચકાસણી 19મી માર્ચથી થશે શરૂ: રાજકોટમાં 25 કેન્દ્રો ફાળવાયા, 37 વિષયોની ઉત્તરવહી તપાસવામાં આવશે
1 કલાક પહેલા
DGGIની તપાસ દરમિયાન કેસોની પતાવટમાં ગેરરીતિની ગંધ..? રાજકોટમાં ₹ 545 કરોડના બોગસ ITC કૌભાંડમાં નવો વળાંક: 5 અધિકારીઓની બદલી
1 કલાક પહેલા
Categories

નેશનલ

2976 Posts

Related Posts

એક મહિનો નોકરી કરી’ને ૧.૩૧ લાખના મોબાઈલ ચોર્યા
ક્રાઇમ
1 વર્ષ પહેલા
મકરસંક્રાંતિએ બખેડો કે ટ્રાફિક અડચણ ઉભી કરનારની ખેર નથી
રાજકોટ
2 વર્ષ પહેલા
ગુજરાતની વાવ વિધાનસભા બેઠકની પેટા ચૂંટણી ૧૩ નવેમ્બરે યોજાશે : ગેનીબેન ઠાકોર સાંસદ બનતા આપ્યુ હતું રાજીનામુ
બ્રેકિંગ ન્યૂઝ
1 વર્ષ પહેલા
સુનિતાને સ્પેસ સ્ટેશનમાં અટકાવનાર સ્ટારલાઇનર પાછું ફર્યું
ટૉપ ન્યૂઝ
2 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર