પ્રિયંકા ગાંધીએ રાયબરેલીમાં રાહુલ ઝિંદાબાદના નારા લગાવ્યા
રાહુલ અને પ્રિયંકાએ લોકોનો આભાર માણી સભા સંબોધી
લોકસભા ચૂંટણીમાં ઉત્તર પ્રદેશની રાયબરેલી સીટ જીત્યા બાદ રાહુલ ગાંધી પહેલીવાર પ્રિયંકા ગાંધી સાથે મંગળવારે પોતાના લોકસભા મતવિસ્તારમાં પહોંચ્યા હતા. આ દરમિયાન પ્રિયંકા ગાંધીએ રાયબરેલીમાં રાહુલ ગાંધીને જીતાડવા બદલ લોકોનો આભાર માન્યો હતો. પ્રિયંકા ગાંધી જ્યારે સંબોધન કરવા સ્ટેજ પર પહોંચ્યા તો તેમણે સૌથી પહેલા રાહુલ ગાંધી ઝિંદાબાદના નારા લગાવડાવ્યા હતા.
કોંગ્રેસના નેતા પ્રિયંકા ગાંધી વાડ્રાએ રાયબરેલીમાં તેમના ભાઈ રાહુલ ગાંધી અને અમેઠીથી કેએલ શર્માની જીત બાદ રાયબરેલીમાં એક જાહેર સભાને સંબોધી હતી. આ દરમિયાન તેઓએ રાહુલ ગાંધી ઝિંદાબાદના નારા લગાવ્યા હતા.
પ્રિયંકાએ આગળ કહ્યું, ” આ એક ઐતિહાસિક જીત હતી. મને કહેતા ગર્વ થાય છે કે તમે બધાએ આખા દેશને સંદેશો આપ્યો કે તમે દેશમાં સ્વચ્છ રાજનીતિ ઈચ્છો છો. અમે આ પરિણામ જોયું છે.” આ માટે અમે રાયબરેલીના લોકોના આભારી છીએ કે તેઓએ મારા મોટા ભાઈને જીતાડ્યા.