રાજકોટમાં તાપ ઘટ્યો, ઉકળાટ યથાવત
મહતમ તાપમાન 40.2 ડિગ્રીએ પહોંચ્યું
રાજકોટમાં રવિવારે મહત્તમ તાપમાનનો પારો નીચે સરક્યો હતો. રવિવારે ઉકળાટ વચ્ચે મહતમ તાપમાન 40.8 ડિગ્રી રહ્યું હતું. રાજ્યમાં ચોમાસાના આગમન પહેલા પ્રી-મોન્સુન એક્ટીવી શરૂ થઈ ગઈ છે. જેના કારણે રાજકોટમાં છેલ્લા ત્રણેક દિવસથી વાતાવરણમાં પલટો આવ્યો છે અને વાદળછાયું વાતાવરણ રહ્યા છે.
રાજ્યમાં પ્રી-મોન્સુન એક્ટિવિટી શરૂ થઈ ગઈ છે. દક્ષિણ અને મધ્ય ગુજરાતની સાથોસાથ રવિવારે સૌરાષ્ટ્રમાં પણ વરસાદ વરસ્યો હતો. અમરેલીના ખાંભા પંથકમાં પવન સાથે વરસાદ વરસ્યો હતો. તો બીજી બાજુ રાજકોટ સહિત રાજ્યના અનેક શહેરોમાં વાદળો છવાયા હતા. રાજકોટમાં શનિવારે તાપમાનનો પારો 42.1 ડિગ્રીએ પહોંચી ગયો હતો. જ્યારે રવિવારે તાપમાનનો પારો નીચે સરક્યો હતો અને 40.2 ડિગ્રીએ પહોંચ્યો હતો. શહેરમાં આકરો તાપ આંશિક ઘટ્યો હતો જો કે ઉકળાટ યથાવત રહેતા લોકો પરેશાન થયા હતા.
મહત્વનું છે કે, હવામાન વિભાગ દ્વારા આગામી પાંચ દિવસ સૌરાષ્ટ્રના ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર સહિત રાજ્યના અનેક ભાગોમાં વરસાદ થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.