હીરામંડીના ફેન્સ માટે ખુશખબર : ફિર સજેગી મેહફીલ, ભણસાલીએ હીરામંડી-2ની કરી જાહેરાત
થોડા સમય પહેલા જ Netflix પર સંજય લીલા ભણસાલીની સીરીઝ હીરામંડી રીલીઝ થઇ હતી અને હજુ પણ ધૂમ મચાવી રહી છે. હીરામંડીની ભવ્ય સફળતા બાદ સંજય લીલા ભણસાલીએ ફેન્સને ખુશખબર આપી છે. વેબ સિરીઝ ‘હીરામંડી’ જોઈને ફેન્સ મંત્રમુગ્ધ થઈ ગયા છે ત્યારે હવે નિર્માતાઓએ ‘હીરામંડી’ સીઝન 2ની જાહેરાત કરી છે. અગાઉ ભણસાલીએ કહ્યું હતું કે ‘હીરામંડી’ જેવી સીરિઝ માત્ર એક જ વાર બને છે. કોઈ તેને ફરીથી બનાવી શકતું નથી, હું પણ નહીં. પરંતુ એવું લાગે છે કે લોકોનો પ્રતિસાદ જોઈને ભણસાલીએ પોતાનો નિર્ણય બદલી નાખ્યો છે.
હવે હીરામંડી 2 બનાવવામાં આવશે
હીરામંડી સીઝન 2 ની જાહેરાત માટે, કાર્ટર રોડ, મુંબઈ પર 100 નર્તકોનું એક ફ્લેશ મોબનું આયોજન કરવામાં આવ્યું હતું. જ્યાં આ ડાન્સર્સ અનારકલી સૂટ અને ઘૂંઘરું પહેરીને હીરામંડીના ગીતો પર પરફોર્મ કરી રહ્યાં છે. આ અદ્ભુત નજારો જોવા માટે ભીડ ખૂબ જ ઉત્સાહિત છે. દરેક વ્યક્તિ આ દ્રશ્યને પોતાના કેમેરામાં કેદ કરવા માંગે છે. અદ્ભુત ડાન્સ જોઈને લોકો ધૂમ મચાવી રહ્યા છે. ‘હીરામંડી’ની પ્રખ્યાત ગજગામિની વોકને પણ રીક્રીએટ કરવામાં આવી હતી. આ શાનદાર એક્ટને ક્રુતિ મહેશે કોરિયોગ્રાફ કર્યો હતો. વીડિયોના કેપ્શનમાં લખ્યું છે- મેહફીલ ફિર સે સજેગી- હીરામંડી સીઝન 2જો આયેગા
શું હશે સીઝન 2ની સ્ટોરી?
જાહેરાતના વીડિયોમાં કહેવામાં આવ્યું છે કે આઝાદીની લડાઈ 15 ઓગસ્ટ 1947ના રોજ સમાપ્ત થઈ હતી. આ ગણિકાઓ માટે પણ એક નવું યુદ્ધ શરૂ થયું. માથું ઊંચું રાખીને નવી દુનિયામાં ટકી રહેવાની લડાઈ… આ બધું સિઝન 2માં બતાવવામાં આવશે. સંજય લીલા ભણસાલીએ વેરાયટીને આપેલા ઈન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે સિરીઝ બનાવવા માટે ઘણી મહેનત કરવી પડે છે. 2022માં ‘ગંગુબાઈ કાઠિયાવાડી’ રિલીઝ થઈ ત્યારથી તે કોઈ વિરામ વિના કામ કરી રહ્યો છે. સીરીઝ બનાવવાની જવાબદારી ઘણી મોટી છે.
સીઝન 2 કન્ફર્મ કરતી વખતે તેણે કહ્યું- હીરામંડી 2માં લાહોરની મહિલાઓએ ફિલ્મી દુનિયામાં પ્રવેશ આવી ચુકી હશે. ભાગલા પછી, મોટાભાગના તવાયફ લાહોર છોડીને મુંબઈ અને કોલકાતા ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં સ્થાયી થયા થઇ હશે તેમની સફર હજુ પણ એવી જ છે. તે નૃત્ય કરે છે અને ગાય છે. પરંતુ આ વખતે નવાબો માટે નહીં પણ નિર્માતાઓ માટે છે.
શર્મિન ખરાબ એક્ટિંગ માટે થઈ હતી ટ્રોલ
હીરામંડીમાં મનીષા કોઈરાલા, સોનાક્ષી સિંહા, શર્મિન સેહગલ, સંજીદા શેખ, રિચા ચઢ્ઢા, અદિતિ રાવ હૈદરી, શેખર સુમન, અધ્યાયન સુમન, તાહા શાહ, ઈન્દ્રેશ મલિક મહત્વપૂર્ણ ભૂમિકામાં જોવા મળ્યા હતા. તમામ પાત્રોના કામની પ્રશંસા કરવામાં આવી હતી પરંતુ શર્મિનને તેની નો-એક્સપ્રેસ એક્ટિંગ માટે ભારે ટ્રોલ કરવામાં આવી હતી. આવી સ્થિતિમાં, શર્મિન સીઝન 2 માં જોવા મળશે કે નહીં તે એક મોટો પ્રશ્ન છે.