આ છે સસ્તી ફ્લાઈટ બુક કરવાની નીન્જા ટેકનીક : ફ્લાઈટની ટિકિટ મળશે સસ્તી
તમને પણ ફ્લાઈટમાં મુસાફરી કરવી ખુબ જ ગમે છે પરંતુ તેની ટીકીટ મોંઘી લાગે છે ?. ફ્લાઈટમાં મુસાફરી કરવાની કોને ઈચ્છા ન હોય અને સસ્તી ફ્લાઈટ મળે તો શું કહીએ ? જો તમે પણ સસ્તી ફ્લાઈટ્સ શોધી રહ્યા છો પરંતુ તમારી શોધ પૂરી નથી થઈ રહી તો આ સમાચાર તમારા માટે ઉપયોગી છે. આ રિપોર્ટમાં અમે તમને જણાવીશું કે ગૂગલની મદદથી સસ્તી ફ્લાઈટ કેવી રીતે બુક કરવી.
Google Flights મદદ કરશે
તમારામાંથી ઘણા લોકો Google Flights વિશે પણ જાણતા હશે. જ્યારે તમે Google પર ફ્લાઇટ વિશે સર્ચ કરો છો, ત્યારે પહેલું પરિણામ આવે છે જે Google Flights છે. અહીં તમારા માટે એક વાત જાણવી ખૂબ જ જરૂરી છે કે ગૂગલ ફ્લાઈટ બુકિંગ સર્વિસ આપતું નથી. ગૂગલ ફ્લાઈટ્સની મદદથી તમે સસ્તી ફ્લાઈટ્સ સર્ચ કરી શકો છો.
ગૂગલે વર્ષ 2011માં ગૂગલ ફ્લાઈટ્સ લોન્ચ કરી હતી. ગૂગલે હજુ સુધી તેની એપ લોન્ચ કરી નથી પરંતુ તેને google.com/travel/flights પરથી એક્સેસ કરી શકાય છે. ગૂગલ ફ્લાઈટની સેવા હાલમાં ફક્ત વેબ પર જ ઉપલબ્ધ છે, જો કે મોબાઈલ પર તેને એક્સેસ કરવામાં તમને કોઈ સમસ્યાનો સામનો કરવો પડશે નહીં.
તમે ઘણી રીતે શોધી શકો છો ફ્લાઈટ
ગૂગલ ફ્લાઈટ્સની મુલાકાત લઈને, તમે તારીખ, એરપોર્ટ, પ્રસ્થાન સમય વગેરેના આધારે ફ્લાઈટ્સ શોધી શકો છો. તે કિંમતનો ગ્રાફ બતાવે છે જેની મદદથી તમે એક જ જગ્યાએ તમામ ફ્લાઈટ્સની ટિકિટના ભાવ એકસાથે જોઈ શકો છો. Google Flights આગામી થોડા મહિના માટે કિંમતનો ગ્રાફ પણ બતાવે છે જે સસ્તી રીતે ટિકિટ બુક કરવામાં મદદ કરે છે. Google Flights એ પણ જણાવે છે કે તમે ક્યારે મુસાફરી કરશો અને ટિકિટ સસ્તી થશે. જો તમે પણ નિયમિતપણે ફ્લાઇટ દ્વારા મુસાફરી કરો છો, તો તમારે Google Flights નો ઉપયોગ કરવો જ જોઇએ.