આમ આદમી પાર્ટીને શું લાગ્યો ફટકો ? જુઓ
દિલ્હીની રાઉઝ એવન્યુ કોર્ટે મંગળવારે આમ આદમી પાર્ટીના નેતા અને આપ સરકારમાં મંત્રી આતીશી વિરુદ્ધ સમન્સ જારી કર્યું હતું. માનહાનિના કેસમાં આતિશી વિરુદ્ધ આ સમન્સ જારી કરવામાં આવ્યું છે. કોર્ટે આતિશીને 29 જૂને હાજર થવા માટે સમન્સ પાઠવ્યું છે. આ કેસમાં દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ પણ આરોપી છે.
દિલ્હી બીજેપી નેતા પ્રવીણ શંકર કપૂરે અરવિંદ કેજરીવાલ અને શિક્ષણ મંત્રી આતિશી વિરુદ્ધ કોર્ટમાં ફોજદારી માનહાનિની ફરિયાદ દાખલ કરી હતી. આપ નેતા આતિશીએ આરોપ લગાવ્યો હતો કે ભાજપ આમ આદમી પાર્ટીના ધારાસભ્યોને ખરીદવાનો પ્રયાસ કરી રહી છે. ભાજપના નેતાએ આ નિવેદન સામે માનહાનિનો કેસ દાખલ કર્યો હતો.
આતિષીની સમસ્યાઓ વધી શકે છે
રાઉઝ એવન્યુ કોર્ટે બીજેપી મીડિયા ચીફ પ્રવીણ શંકર કપૂરના માનહાનિનો કેસ સ્વીકાર્યો હતો. આ બાબતમાં આતિશીની મુશ્કેલીઓ વધી રહી હોય તેવું લાગી રહ્યું છે. પંજાબમાં લોકસભાની બેઠકો માટે 1 જૂને મતદાન થવાનું છે. આવા સમયે આતિષી સામે સમન્સ જારી કરવાથી પાર્ટી માટે મુશ્કેલી વધી શકે છે.