હવે ૭મો અને છેલ્લો જંગ શનિવારે : મોદી માટે થશે મતદાન
- ૮ રાજ્યોની ૫૭ બેઠકો માટે થશે મતદાન : પંજાબમાં ભાજપની કસોટી
લોકસભાની ચૂંટણીનાં સાતમા અને છેલ્લા તબક્કાનું મતદાન પહેલી જુને થશે. આ વખતે ૮ રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોની ૫૭ બેઠકો માટે મતદાન થશે. આ માટે કુલ ૯૦૪ ઉમેદવારો મેદાનમાં છે.
આ તબક્કામાં જ્યાં મતદાન થવાનું છે તેમાં ચંડીગઢની એક બેઠક, પંજાબની ૧૩, ઉત્તરપ્રદેશની ૧૩, બંગાળની ૯, ઝારખંડની ૩, ઓરિસ્સાની અને હિમાચલની ચાર બેઠકોનો સમાવેશ થાય છે.
આ તબક્કાના મતદાન માટે સૌથી મહત્વનું વારાણસીનું મતદાન રહેશે. અહી વડાપ્રધાન નરેન્દ્ર મોદી ચૂંટણી લડી રહ્યા છે અને તેની સામે કોંગ્રેસના અજય રાય ઉમેદવાર છે. છેલ્લી બે ચૂંટણીમાં નરેન્દ્ર મોદી અહીથી તોતિંગ લીડ સાથે વિજેતા થયેલા છે અને આ વખતે પણ એટલી જ ભારે લીડથી જીતશે તેવું માનવામાં આવે છે. આ મતદાનમાં ભાજપની કસોટી પંજાબમાં પણ થશે.પંજાબમાં આ વખતે ભાજપ પહેલી વાર એકલા હાથે ચૂંટણી લડે છે. અત્યાર સુધી અકાલી દલ સાથે ગઠબંધન હતું પણ આ વખતે એકલા હાથે ચૂંટણી લડે છે અને તેમનો સામનો આમ આદમી પાર્ટી સાથે છે.