ચાનો થડો, રેંકડી કે પછી હોટેલ, ફૂટપાથ-રસ્તો દબાવી જ લેવાનો !
ચારે બાજુ ફૂટપાથ-રસ્તા પર સામાનના ખડકલા
ચા વેચવાવાળા-પીવાવાળા બન્નેના દબાણથી પસાર થનારા રાહદારીઓ પરેશાન
એકલ-દોકલ સામે પોલીસ ગુના પણ નોંધે છે, મનપાની કામગીરી શૂન્ય

રાજકોટના દરેક વિસ્તારમાં ચાની નાની-મોટી હોટેલો આવેલી છે જ્યાં સવારથી લઈ સાંજ સુધીમાં લોકો ટોળે વળીને ચાની ચુસ્કી લગાવતા હોય છે. ચાનો થડો, રેંકડી કે પછી હોટેલ ગમે તે હોય તેના દ્વારા ફૂટપાથ અને રસ્તો દબાવી લેવામાં આવ્યો ન હોય તો જ નવાઈ પામવા જેવું રહે છે. `વોઈસ ઓફ ડે’ દ્વારા ચાની હોટેલોનો કેવો અને કેટલો ત્રાસ છે તેનો જીવંત ચીતાર તસવીરી પૂરાવા સાથે આપવામાં આવ્યો છે ત્યારે હવે પોલીસ તેમજ મનપા કેવા પ્રકારની કાર્યવાહી કરે છે તેના ઉપર સૌની નજર મંડાયેલી છે.

ચા વેચવાવાળા-પીવાવાળા બન્નેના દબાણથી અત્યારે રાહદારીઓ રીતસરના પરેશાન થઈ ગયા છે ત્યારે હવે તેમના સામે કાર્યવાહી કરવી જરૂરી બની જાય છે.

પોલીસ દ્વારા એકલ-દોકલ ધંધાર્થી સામે ગુના પણ નોંધવામાં આવે છે પરંતુ મનપાની કામગીરી શૂન્ય જેવી જ હોવાનું સ્પષ્ટ જોવા મળી રહ્યું છે.
