કોઠારીયા રોડની બજારમાં તસ્કરો સામેની પોલીસની પકડ નબળી થતાં લોકોને ફરી બનાવ્યા શિકાર
વોઇસ ઓફ ડે રાજકોટ
રાજકોટમાં કોઠારીયા રોડ પર દર બુધવારે બુધવારી બજાર ભરાય છે.જેમાં ખરીદી કરવા આવતા લોકોને તસ્કર ગેંગ નિશાન બનાવી તેમના પાકીટ અને મોબાઇલની તફડંચી કરે છે. જેમાં ભક્તિનગર પોલીસ દ્વારા વોચ ગોઠવી આ ગેંગને પકડી પાડી જેલ હવાલે કરી હતી. જ્યારે પોલીસની આ ગેંગ પરની પકડ નબળી થતાં તે ફરી સક્રિય બની છે. અને એક પ્રૌઢાનો મોબાઈલ ચોરી લેતા ફરિયાદ નોંધાય છે.
માહિતી મુજબ હરીધવા મેઇન રોડ પર રાજલક્ષ્મી સોસાયટીમાં રહેતા રેખાબેન ચનાભાઇ ઢોલરીયા નામના ૫૩ વર્ષીય પટેલ પ્રૌઢા બુધવારે કોઠારીયા રોડની બુધવારી બજારમાં ખરીદી કરવા ગયા હતા ત્યારે ભીડનો ફાયદો ઉપાડી કોઈ અજાણ્યા તસ્કર દ્વારા તેમના પર્શમા રાખેલ રૂ.5 હજારના મોબાઈલ શેરવી લીધો હતો જેથી તેણીએ ભક્તિનગર પોલીસમાં ફરિયાદ નોંધાવતા એ.એસ.આઇ. ધર્મેશભાઇએ ગુનો નોંધી તસ્કર ગેંગની શોધખોળ શરૂ કરી છે. જ્યારે બુધવારી બજારમાં તસ્કર ગેંગ ફરી સક્રિય થતાં લોકોમાં ચકચાર મચી જવા પામ્યો છે.
