કેજરીવાલને રાજનાથનો જવાબ : ૨૦૨૪ જ નહી ૨૦૨૯માં પણ મોદી જ બનશે વડાપ્રધાન
લોકસભાની ચૂંટણી પછી સપ્ટેમ્બરમાં નરેન્દ્ર મોદી રાજકારણમાંથી નિવૃત થશે અને અમિત શાહને વડાપ્રધાન બનાવાશે તેવા અરવિંદ કેજરીવાલના નિવેદનનો જવાબ આપતા સંરક્ષણ મંત્રી રાજનાથસિંઘે કહ્યું છે કે, ‘પાર્ટીના વરિષ્ઠ નેતા હોવાના નાતે હું કહેવા માંગુ છું કે, 2024 અને 2029માં પણ તેઓ જ દેશના વડાપ્રધાન બનશે. મને લાગે છે કે આનાથી વધુ સ્પષ્ટ રીતે કશું કહી શકાય નહીં.’
વધુમાં જણાવ્યું કે, ‘જે વ્યક્તિએ દેશનું નામ વિશ્વમાં વધાર્યું છે. વડાપ્રધાન મોદીએ દેશની પ્રતિષ્ઠા વધારી છે. વર્ષ 2014 પહેલા દેશની અર્થવ્યવસ્થામાં વધારો થયો હતો. તે ભારતમાં 14મા ક્રમે હતું અને હવે તે વિશ્વની ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા બનવા માટે તૈયાર છે.’