ઇડીને સુપ્રીમ કોર્ટે શું આપી શિખામણ ?
કયા એક્ટ અંગે મંતવ્ય આપ્યું ?
મની લોન્ડરિંગ એક્ટ અંગે ગુરુવારે સુપ્રીમ કોર્ટે મહત્વનું ફરમાન આપ્યું હતું અને કહ્યું હતું કે જો આ એક્ટ હેઠળ દાખલ થયેલ કેસ સ્પેશ્યલ કોર્ટમાં વિચારાધીન હોય તો પછી ઇડી કોઇની ધરપકડ કરી શકે નહીં. આ પ્રકારના કેસમાં અદાલતનું મંતવ્ય ઘણું મહત્વનું બની શકે છે.
સુપ્રીમ કોર્ટનો નિર્ણય એ મુદ્દા પર આવ્યો છે જેમાં એવું કહેવામાં આવ્યું હતું કે શું સીઆરપીસીની કલમ 88 હેઠળ કોર્ટમાં તેની હાજરી બતાવવા માટે આરોપી દ્વારા બોન્ડ અમલમાં મૂકવો આવશ્યક છે.
સુપ્રીમ કોર્ટે કહ્યું કે મની લોન્ડરિંગ એક્ટની કલમ 44 હેઠળ કરાયેલી ફરિયાદ કોર્ટે ધ્યાને લીધા બાદ ઈડી કોઈ વ્યક્તિની ધરપકડ ના કરી શકે. સુપ્રીમ કોર્ટે સ્પષ્ટતા કરી કે જો ઈડીને કોઇની ધરપકડની જરૂર હોય તો તેણે પહેલા કોર્ટ સમક્ષ અરજી કરવી પડશે. તેના પછી કોર્ટ કસ્ટડીમાં પૂછપરછની જરૂરિયાતના કારણો વિશે જાણીને સંતુષ્ટ થશે તો ફક્ત એક વાર આરોપીની કસ્ટડી આપી શકે છે.
જસ્ટિસ અભય એસ ઓકા અને ઉજ્જલ ભૂયણની બેન્ચે કહ્યું કે ‘જો આરોપી સમન્સનું પાલન કરવા માટે વિશેષ કોર્ટમાં હાજર થયો હોય, તો એવું ન માની શકાય કે તે કસ્ટડીમાં છે. અને જો આરોપી સમન્સ બાદ કોર્ટમાં હાજર થયો હોય તો તેને જામીન માટે અરજી કરવાની જરૂર નથી અને એક્ટની કલમ 45ની બેવડી શરત તેના પર લાગુ થશે નહીં.’