ખબરદાર કોઈને ભીડુ કહ્યું છે તો…..ભરવો પડશે દંડ : જેકી શ્રોફનો કોર્ટમાં અરજી
વ્યક્તિત્વ અને પ્રચાર અધિકારોની સુરક્ષા’ હેઠળ ‘ભીડુ’ શબ્દના ઉપયોગ બદલ કેસ દાખલ કર્યો
અમિતાભ બચ્ચને પોતાના અવાજની મિમિક્રી અને અનીલ કપૂરે ઝક્કાસ શબ્દના ઉપયોગ સામે કાનૂની સહાય માગ્યા બાદ હવે પીઢ અભિનેતા જેકી શ્રોફે ભીડુ શબ્દનો મંજુરી વગર કોઈ ઉપયોગ ન કરી શકે તે મુજબની કોર્ટમાં દાદ માંગી છે સાથોસાથ જો કોઈ આ શબ્દનો ઉપયોગ કરે તો તેને ૨ કરોડ રૂપિયા દંડ ફટકારવાની વિનંતી પણ કરી છે.
હીરો ફિલ્મથી પોતાની કારકિર્દી શરુ કરનાર ગુજરાતી જયકિશન શ્રોફ ઉર્ફે જેકી શ્રોફ‘વ્યક્તિત્વ અને પ્રચાર અધિકારોની સુરક્ષા’ હેઠળ ‘ભીડુ’ શબ્દના ઉપયોગ માટે દિલ્હી હાઈકોર્ટમાં કેટલીક સંસ્થાઓ સામે કેસ દાખલ કર્યો છે.
જેકી શ્રોફે તેમની સંમતિ વિના તેમના નામ, ફોટોગ્રાફ્સ, અવાજ અને ‘ભીડુ’ શબ્દનો કથિત ‘અનધિકૃત’ ઉપયોગ કરવા બદલ અનેક સંસ્થાઓ સામે હાઈકોર્ટમાં દાવો દાખલ કર્યો હતો. તેમજ માંગ કરી હતી કે તેમના નામ, ફોટોગ્રાફ્સ, અવાજ અને ‘ભીડુ’ શબ્દનો કથિત ‘અનધિકૃત’ ઉપયોગ કરવા બદલ 2 કરોડનો દંડ ફટકારવામાં આવે.’લાઇવ એન્ડ લો’ અનુસાર જેકી શ્રોફની અરજી પર બુધવારે કોર્ટમાં સુનાવણી થશે. કોર્ટ સમક્ષ દાખલ કરાયેલ આ કેસ આજના ડિજિટલ યુગમાં ‘સેલિબ્રિટી રાઇટ્સ’ના સંદર્ભમાં મહત્વપૂર્ણ છે.‘ભીડુ’ એક મરાઠી શબ્દ છે, જેનો ગુજરાતી અર્થ થાય છે જોડીદાર અથવા સાથીદાર.
અનિલ કપૂરે ‘ઝકાસ’ના ઉપયોગ સામે કાયદેસરની કાર્યવાહી કરી હતી
અનિલ કપૂરે કોર્ટને તેમની સંમતિ વિના તેમના ફોટા, તેમના નામ, તેમનું નામ AK, અથવા તેમના ફિલ્મી પાત્રો જેમ કે લખન, મિસ્ટર ઈન્ડિયા, મજનુભાઈ, નાયક અને ‘ઝકાસ’નો ઉપયોગ રોકવા માટે કહ્યું હતું. તેમજ તેમણેએઆઈ, ડીપફેક્સ, કોમ્પ્યુટર જનરેટેડ ગ્રાફિક્સ (સીજીઆઈ) વગેરે સહિત કોઈપણ ટેકનોલોજીના ઉપયોગથી રક્ષણની પણ માંગ કરી હતી. ત્યારબાદ અભિનેતાની કાનૂની ટીમે આવી 44 લિંક્સ કોર્ટમાં રજૂ કરી હતી, જેને કોર્ટે બ્લોક કરવાનો આદેશ આપ્યો હતો.
અમિતાભ બચ્ચને પણ પોતાના અવાજના ઉપયોગ પર કાર્યવાહી કરી હતી
આ પહેલા અમિતાભ બચ્ચને પણ આવી જ અરજી કરી હતી. આમાં એક જ્વેલરી કંપનીને પબ્લિસિટી માટે તેના ‘સેલિબ્રિટી સ્ટેટસ’નો ઉપયોગ બંધ કરવાનું કહેવામાં આવ્યું હતું. કંપનીએ પ્રમોશનમાં અમિતાભ બચ્ચન જેવા અવાજનો ઉપયોગ કર્યો હતો.