‘બાહુબલી: ક્રાઉન ઓફ બ્લડ’ની રિલીઝ ડેટ થઈ જાહેર
રાજામૌલીની એનિમેટેડ સિરીઝ જોવા થઈ જાઓ તૈયાર
જેની આતુરતાથી રાહ જોવાઈ રહી હતી તે વેબ સિરીઝ ‘બાહુબલી: ક્રાઉન ઓફ બ્લડ’ આખરે ઓટીટી પર સ્ટ્રીમ થવા જઈ રહી છે. આ એનિમેટેડ સિરીઝ ક્યારે રિલીઝ થશે અને તમે ક્યા પ્લેટફોર્મ પર જોઈ શકશો? તે અંગે આજે અમને તમને જણાવવાના છીએ.
ખૂબ જ જાણીતી ફિલ્મ આર.આર.આર.ના નિર્દેશક એસ.એસ.રાજામૌલીની એનિમેટેડ સિરીઝ આખરે ઓટીટી પર રિલીઝ થવા માટે તૈયાર છે. આ પહેલીવાર નથી કે, બાહુબલીને એનિમેટેડ સ્પિન આપવામાં આવી હોય. ૨૦૧૭માં રાજામૌલીએ બાહુબલી:ધ લોસ્ટ લિજેન્ડસ નામની ચાર સિઝનવાળી સિરીઝ રજૂ કરી હતી. જે ઓટીટી પ્લેટફોર્મ એમેઝોન પ્રાઇમ વિડીયો પર રિલીઝ થઈ હતી.
બાહુબલી: ક્રાઉન ઓફ બ્લડ વિશે વાત કરવામાં આવે તો આ વેબ સિરીઝ ઓટીટી પ્લેટફોર્મ ડિઝની પ્લસ હોટસ્ટાર પર જોઈ શકાશે. જ્યારે આ સિરીઝના કુલ ૯ એપિસોડ હશે. આ સિરીઝ ડિઝની પ્લસ હોટસ્ટાર પર તા.૧૭મેના રોજ સ્ટ્રીમ થશે. એટલે કે, સપ્તાહના અંતમાં તમે પરિવાર સાથે બેસીને આ સિરીઝ જોઈ શકશો.