દાંડીના દરિયામાં 3 પરિવારના 7 લોકો ડૂબ્યા:, હજુ 4 લાપતા, પોલીસ અને હોમગાર્ડે 3 લોકોને બચાવી લીધા
નવસારીના દાંડીના દરિયામાં છ લોકો ડૂબ્યા હતા. જેમાંથી બે લોકોનો બચાવ થયો છે અને ચાર લોકો ગુમ થયા છે. આજે(રવિવાર) રજા હોવાથી લોકો નવસારીના દાંડીના દરિયાકાંઠે ફરવા અને ન્હાવા આવ્યા હતા. આ દરમિયાન છ લોકો દાંડીના દરિયામાં ડૂબ્યા હતા. જોકે આ તમામે બૂમાબૂમ કરી હતી. ત્યારબાદ પોલીસ જવાનો અને હોમગાર્ડ તાત્કાલિક દોડી આવ્યા હતા અને બે પુરૂષોને બચાવી લીધા હતા. જોકે અન્ય ચાર લોકોની શોધખોળ હજુ ચાલી રહી છે. તરવૈયાઓ આ તમામને શોધી રહ્યા છે. જેમાં એક મહિલા, એક યુવતી અને બે પુરૂષોનો સમાવેશ થાય છે. મળતી માહિતી અનુસાર, દરિયામાં ગુમ થયેલા લોકો ખડસૂપાના રહેવાસી છે.
