બેન્ક કર્મીઓને શું લાગ્યો ઝટકો ? જુઓ
દેશભરના બેંક કર્મચારીઓને સુપ્રીમ કોર્ટ તરફથી ગુરુવારે મોટો ઝટકો લાગ્યો હતો. સર્વોચ્ચ અદાલતે જણાવ્યું હતું કે બેંકો દ્વારા તેમના કર્મચારીઓને આપવામાં આવતી વ્યાજમુક્ત અથવા કન્સેશનલ લોનને “ફ્રિન્જ બેનિફિટ” અથવા “સુવિધાઓ” ગણવામાં આવશે અને તે કરને પાત્ર છે. આમ લખો બેન્ક કર્મીઓને મોટો ઝટકો લાગ્યો હતો.
સુપ્રીમ કોર્ટે તેના નિર્ણયમાં કહ્યું કે બેંક કર્મચારીઓ તેમની બેંકો દ્વારા રાહત દરે અથવા વ્યાજ વગર આપવામાં આવતી લોનની સુવિધા પર ટેક્સ ચૂકવવા માટે જવાબદાર છે. મતલબ કે હવે બેંક કર્મચારીઓએ આવી લોન પર ટેક્સ ચૂકવવો પડશે. બેન્ક સ્ટાફ યુનિયન અને ઓફિસર યુનિયન દ્વારા દાખલ કરાયેલ દવા અંગે કોર્ટે ગુરુવારે ફેસલો આપ્યો હતો.
આ સંદર્ભમાં સુપ્રીમ કોર્ટે આવકવેરાના નિયમોને યથાવત રાખ્યા હતા. સુપ્રીમ કોર્ટે કહ્યું કે બેંક કર્મચારીઓને બેંકો દ્વારા ખાસ વ્યાજમુક્ત લોનની સુવિધા આપવામાં આવે છે, જેમાં તેઓને ઓછા વ્યાજે અથવા વગર વ્યાજે લોન મળે છે. આ એક ખૂબ જ સારી સુવિધા છે, જે ફક્ત બેંક કર્મચારીઓ માટે જ ઉપલબ્ધ છે. પરંતુ, સુપ્રીમ કોર્ટે તેને ફ્રિન્જ બેનિફિટ અથવા સુવિધાઓ ગણાવ્યું અને કહ્યું કે તેના કારણે આવી લોન કરપાત્ર બને છે.
હકીકતમાં, બેંક કર્મચારીઓના સંગઠનોએ આવકવેરા વિભાગના એક નિયમને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો, જેમાં ફક્ત બેંક કર્મચારીઓ માટે ઉપલબ્ધ લોન સુવિધાને કરપાત્ર બનાવવામાં આવી છે.
