કોવિશિલ્ડ વેક્સિન વૈશ્વિક બજારમાંથી પરત ખેંચાશે
કોરોના વેક્સીનની આડ અસર રૂપે કેટલાક લોકો TTS – થ્રોમ્બોસિસ થ્રોમ્બોસાયટોપેનિયા સિન્ડ્રોમ (TTS) નામની બીમારીનો ભોગ બન્યા હોવાનું ખુલ્યા બાદ તે રસી બનાવનાર એસ્ટ્રા ઝેનેકા કંપનીએ વિશ્વભરમાંથી એ વેક્સિન પાછી ખેંચવાની શરૂં કર્યું છે અને તેમાં ભારતમાં ઉપયોગમાં લેવાયેલ કોવિશિલ્ડનો પણ સમાવેશ થાય છે.
અત્રે ઉલ્લેખનીય છે કે આ વેક્સિનને કારણે લોહીના ગઠ્ઠા જામતા હોવાનું આ કંપનીએ અદાલતમાં સ્વીકાર્યું હતું.ભારતમાં છેલ્લા બે વર્ષ દરમિયાન યુવાનોમાં હ્રદયરોગના હુમલાનું પ્રમાણ વધવા માટે કોવિશિલ્ડની આડ અસરો જવાબદાર હોવાની માન્યતા છે અને હવે ઉત્પાદક કંપનીએ વધુ એક દુર્લભ બીમારી માટે પણ વેક્સીનની અસરો જવાબદાર હોવાનું સ્વીકાર્યું છે.જો કે આ વેક્સિન ને કારણે જ લાખો લોકોની જિંદગી બચી છે એ હકિકત નજરઅંદાજ કરવા જેવી નથી.