મધ્યપ્રદેશમાં ટ્રેક્ટર પલટી જતાં 5 બાળકોના મોત, 2 ગંભીર
મધ્યપ્રદેશના જબલપુરમાં ટ્રેક્ટર પલટી જતા 5 બાળકોના મોત થયા હતા. જ્યારે બે બાળકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા. . જેમને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. 18 વર્ષીય ટ્રેક્ટર ચાલકે સ્ટેરીંગ પરથી કાબુ ગુમાવતા ટ્રેક્ટર રોડ પર પલટી ગયું હતું.
18 વર્ષીય ધર્મેન્દ્ર ઠાકુર ટ્રેક્ટર ચલાવી રહ્યો હતો. અકસ્માતમાં મૃત્યુ પામેલા બાળકો તિનેટા દેવરી ગામના રહેવાસી છે. પોલીસે મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યા હતા. આ અકસ્માતમાં ટ્રેક્ટર ચલાવી રહેલા ધર્મેન્દ્રનું પણ મોત થયું હતું. જિલ્લા પ્રશાસને મૃતકોના પરિવારજનોને 50,000 રૂપિયા અને ઘાયલોને 10,000 રૂપિયાની આર્થિક મદદ કરી છે. અકસ્માતની જાણ થતાં જ ગામમાં માતમ છવાયો હતો.