રાજ્યમાં લોકસભાની ચૂંટણીને હવે વેઢે ગણી શકાય એટલા જ દિવસો બાકી છે ત્યારે લોકસભાની ચૂંટણી પહેલા સાબરકાંઠામાં બ્લાસ્ટની ઘટના સામે આવી છે જેમાં ઓનલાઈન મંગાવેલી વસ્તુનું પાર્સલ ખોલતા જ બ્લાસ્ટ થયો હતો. આ દુર્ઘટનામાં 2 લોકોના મોત થાય છે તો 1 વ્યક્તિ ઇજાગ્રસ્ત થયો છે.
મળતી વિગતો અનુસાર આ ઘટના સાબરકાંઠા જિલ્લાના વડાલીની છે વેડા ગામે જીતુભાઈને ત્યાં જેવો જ આ પાર્સલ આવ્યો તો પરિવારના લગભગ બધા લોકો એકઠાં થઇ ગયા હતા. અને અચાનક જ ઓનલાઈન મંગાવેલા પાર્સલમાં અચાનક બ્લાસ્ટ થયો હતો.
પાર્સલ ખોલવા જતાં જોરદાર બ્લાસ્ટ થયો અને જીતુભાઈ વણઝારા (30), ભૂમિકાબેન વણઝારા સહિત પરિવારના અન્ય સભ્યો તેની લપેટમાં આવી ગયા હતા. જીતુભાઈ અને ભૂમિકાબેનનું આ ઘટનામાં મોત નીપજ્યું છે જ્યારે જ્યારે અન્ય ઘાયલોમાં શિલ્પાબેન વણઝારા, છાયાબેન વણઝારા નામની બે છોકરીઓ ઘાયલ થઈ હતી.
હાલ આ ઘટનાથી પોલીસ દોડતી થઈ છે. હાલ આ પાર્સલ કોણે મોકલ્યું હતું, કઈ વસ્તુનો ઓર્ડર આપ્યો હતો, અને પાર્સલમાં એવુ તો શુ છે કે બ્લાસ્ટ થતો તે કારણો જાણવા તપાસ શરૂ કરી છે.