રાજકોટમાં રાજ્યનું સૌથી ઊંચું ૪૨ ડીગ્રી તાપમાન
આગામી પાંચ દિવસ સૌરાષ્ટ્ર, કચ્છ અને દક્ષિણ ગુજરાતમાં હીટવેવની ચેતવણી
ઉનાળો કાળઝાળ છે અને રાજ્યભરના લોકો અકળામણ અનુભવી રહ્યા છે. આજે રાજકોટમાં રાજ્યનું સૌથી વધુ ૪૨ ડીગ્રી તાપમાન નોંધાયું હતું તો અમદાવાદ અને ગાંધીનગરમાં ૪૦ ડીગ્રી નોંધાયું હતું. હવામાન ખાતાએ આગામી પાંચ દિવસ સુધી હીટવેવની ચેતવણી આપી છે. જો આ આગાહી સાચી ઠરશે તો ૭મીએ મતદાનના દિવસે પણ આકરો તાપ અનુભવાશે.
હવામાન ખાતાએ જે વિસ્તારમાં હીટવેવની વોર્નિંગ આપી છે તેમાં કચ્છ, દીવ, પોરબંદર, ગીર-સોમનાથ, ભાવનગર, વલસાડ જિલ્લાનો સમાવેશ થાય છે.
હવામાન નિષ્ણાતોના જણાવ્યા અનુસાર, મતદાનના દિવસે એટલે કે 7 મે ના દિવસ તાપમાન 41 થી 42 ડિગ્રી રહે તેવી સંભાવના છે.
હવામાન વિભાગના અમદાવાદ કેન્દ્રના મોસમ વૈજ્ઞાનિકના જણાવ્યા પ્રમાણે, દરિયાકાંઠાના વિસ્તારોમાં ડિસ્કમ્ફર્ટ કન્ડિશન વ્યાપી રહી છે. જેના કારણે ત્યાંના પવનો ગરમ આવી રહ્યા છે. આગામી પાંચ દિવસમાં સૌરાષ્ટ્ર, કચ્છ અને દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં હીટવેવ વોર્નિંગ છે.