ઈન્દોરમાં કોંગ્રેસને બીજા ઝટકો, સબસ્ટિટ્યૂટ કેન્ડિડેટની અરજી ફગાવી
હાઈકોર્ટે કહ્યું- જાતે કેન્સલ થઈ જાય છે વેઇટિંગ ટિકિટ
લોકસભા ચૂંટણીમાં કોંગ્રેસ પાર્ટીને એક પછી એક ઝાટકા લાગી રહ્યાં છે. ઈન્દોરમાં કોંગ્રેસના સબસ્ટિટ્યૂટ કેન્ડિડેટ મોતી પટેલની અરજીને હાઈકોર્ટે ફગાવી દીધી છે. હાઈકોર્ટે મોતી પટેલની અરજી પર સુનાવણી કરતા ટ્રેનની વેઇટિંગ ટિકિટનું ઉદાહરણ આપ્યું હતું.
હાઈકોર્ટે સ્પષ્ટ કર્યું કે જો ટિકિટ વેઇટિંગ લિસ્ટની છે અને તે કન્ફર્મ નથી થતી તો પછી ટિકિટ તેની જાતે જ કેન્સલ થઈ જાય છે. એવામાં જે પણ યાત્રી છે તેણે એક જનરલ ટિકિટ લઈને યાત્રા કરવી જોઈએ કે જેથી ફાઈલ વગર યાત્રા કરી શકે. આ સાથે જ હાઈકોર્ટે અરજદાર મોતી પટેલને ચૂંટણી પંચની પાસે જવાની પણ સલાહ આપી.
કોંગ્રેસ ઉમેદવાર અક્ષય બમ દ્વારા ઉમેદવારી પત્રક પરત ખેંચાયા બાદ ડમી કેન્ડિડેટ મોતી પટેલે હાઈકોર્ટના દ્વાર ખટખટાવ્યા હતા. પોતાની અરજીમાં મોતી પટેલે કહ્યું હતું કે, નિયમાનુાર કોંગ્રેસ ઉમેદવારનું ઉમેદવારી પત્રક જો રદ થઈ જાય છે કે તેઓ નામ પરત ખેંચી લે છે તો ડમી ઉમેદવારની કાયદેસરનો ઉમેદવાર ગણાય છે. બમએ ઉમેદવારી પત્રક પરત ખેંચી લઈ લીધું છે તો કોંગ્રેસના અધિકૃત ઉમેદવાર તરીકે ચૂંટણી લડવાનો અધિકાર છે. જો કે કોર્ટે તેમના આ તર્કને સ્વીકાર્યો નહીં અને અરજી ફગાવી દીધી છે. ઈન્દોરથી કોંગ્રેસ નેતા મોતી સિંહ પટેલે કોંગ્રેસના ડમી ઉમેદવાર તરીકે ઉમેદવારી પત્રક ભર્યું હતું. જો કે તેમનું ઉમેદવારી પત્રક રદ થઈ ગયું હતું.
