ચીયર લીડર્સ નાચી નાચીને થાકી રહી છે, તેનો તો જરા વિચાર કરો !
કેકેઆરના મીસ્ટ્રી સ્પીનર વરુણ ચક્રવર્તીને આવી ગઈ દયા
કોલકત્તા નાઈટ રાઈડર્સના મીસ્ટ્રી સ્પીનર વરુણ ચક્રવર્તીએ આઈપીએલમાં બેટરોને એક વિચિત્ર અપીલ કરી છે.વરુણે ચીયર લીડર્સ ઉપર તરસ ખાતાં બેટરોને કહ્યું છે કે તેઓ બ્રેક લઈને બેટિંગ કરે છે ! આઈપીએલમાં એટલા ચોગ્ગા-છગ્ગા લાગી રહ્યા છે કે ચીયર લીડર્સ નાચી નાચીને થાકી રહી છે. દિલ્હી-હૈદરાબાદ મેચમાં તો વરુણ ચક્રવર્તીને ચિયર લીડર્સ પર દયા રીતસરની દયા આવી ગઈ હતી. આ મેચમાં એટલા રન બન્યા કે વરુણ ચક્રવર્તીએ સોશ્યલ મીડિયા પર પ્રતિક્રિયા આપવી પડી હતી. વરુણે ટવીટ કરીને કહ્યું કે બ્રેક આપો યાર, આ લોકો છ ઓવરથી સળંગ નાચી રહ્યા છે. આ મેચમાં ટે્રવિસ હેડ અને અભિષેક શર્માએ મળીને દિલ્હીના બોલરોની ધોલાઈ કરી હતી અને ટીમે ૨૬૬ રન ઝૂડ્યા હતા.