ભૂલ’થી ખરીદાયેલો શશાંક પંજાબ માટે બન્યો ‘તારણહાર’
પંજાબે કોલકત્તા સામે ૨૬૨ રનનો લક્ષ્યાંક હાંસલ કરીને ઈતિહાચ રચી દીધો છે. આ જીતનો સૂત્રધાર આમ તો જોની બેરિસ્ટો છે પરંતુ શશાંક સિંહનો રોલ પણ કમ નથી.બે વિકેટ પડ્યા બાદ શશાંક સિંહ ક્રિઝ પર પહોંચ્યો તો ટીમ જીતથી ઘણી દૂર હતી. ટીમને જીત માટે ૫૧ દડામાં ૮૪ રનની જરૂર હતી. અહીંથી શશાંકે બાજી સંભાળી લઈ છેવટ સુધી સ્કોરનો પીછો કરી ટીમને જીત અપાવી હતી.આ એ જ શશાંક સિંહ છે જેના પર પંજાબ કિંગ્સે ભૂલથી દાવ લગાવી દીધો હતો. ફ્રેન્ચાઈઝી યુવા શશાંક સિંહને ખરીદવા માંગતી હતી પરંતુ એક જ નામને પગલે ૩૩ વર્ષીય શશાંક ઉપર બોલી લગાવી હતી. હવે એ જ ભૂલ ટીમના કામમાં આવી રહી છે. શશાંક દરેક મેચમાં નીખરી રહ્યો છે. અત્યાર સુધી સીઝનની ૯ મેચમાં તેણે ૬૫.૭ની શાનદાર સરેરાશ, ૧૮૨.૬ના સ્ટ્રાઈક રેયથી ૨૬૩ રન બનાવ્યા છે જેમાં બે ફિફટી સહિત તેના બેટમાંથી ૧૯ ચોગ્ગા અને ૧૮ છગ્ગા પણ નીકળ્યા છે.
