ભાજપના ઉમેદવાર તેજસ્વી સૂર્યા સામે ચુંટણી પંચે દાખલ કર્યો કેસ
ધર્મના નામે મત માંગવાનો આરોપ
વોઇસ ઓફ ડે નવી દિલ્હી
ભાજપના યુવા નેતા અને બેંગ્લોર દક્ષિણના ભાજપના ઉમેદવાર તેજસ્વી સૂર્યાની મુશ્કેલીઓ વધી ગઈ હતી. કર્ણાટકના મુખ્ય ચૂંટણી અધિકારીએ તેમની સામે કેસ નોંધ્યો છે. રાજ્યના મુખ્ય ચૂંટણી અધિકારીએ ટ્વીટ કર્યું કે તાજેતરમાં ફેસબુક પર એક વીડિયો પોસ્ટ કરવા અને ધર્મના નામે વોટ માંગવા બદલ તેજસ્વી સૂર્યા વિરુદ્ધ કેસ નોંધવામાં આવ્યો છે. આ પહેલા પણ ચૂંટણી પંચ કર્ણાટક બીજેપી નેતાઓ વિરુદ્ધ કેસ નોંધી ચુક્યું છે.
દરમિયાન, બીજેપી લીગલ સેલના કન્વીનર અને એડવોકેટ વસંત કુમારે જણાવ્યું હતું કે શુક્રવારે ચૂંટણી પંચમાં પાંચ ફરિયાદો દાખલ કરવામાં આવી છે. પ્રથમ ફરિયાદ- સીએમ સિદ્ધારમૈયાએ મૈસુરના એક મતદાન મથક પર પ્રચાર કર્યો અને કાર્યકરો સાથે વાત કરી. બીજી ફરિયાદ- ભૂતપૂર્વ કાઉન્સિલર વેંકટેશ કોલાર મતવિસ્તારમાં મતદાન કેન્દ્રમાં મતદારોને રોકડ વહેંચી રહ્યા હતા. આ ઉપરાંત અન્ય ફરિયાદો પણ નોંધાઈ છે.
