પર્સ ઘરે ભૂલી ગયો છું, રૂા.૬૦૦ મોકલાવ: ધોની આવો મેસેજ કરે ?
આઈપીએલમાં ધૂમ મચાવી રહેલા ધોનીના નામે એક નકલી પોસ્ટ સોશ્યલ મીડિયા પર વાયરલ થઈ રહી છે જેમાં ધોનીના નામે પૈસા માંગવામાં આવ્યા હોવાનો મેસેજ ફરી રહ્યો છે. પોસ્ટમાં ચીટરે ધોની બનીને એવો દાવો કર્યો છે કે હું મહેન્દ્રસિંહ ધોની છું અને હું એક પ્રાઈવેટ એકાઉન્ટથી તમને મેસેજ કરી રહ્યો છું. હું રાંચીના બહારના વિસ્તારમાં ફસાઈ ગયો છું. હું મારું પાકિટ લાવતા ભૂલી ગયો છું એટલા માટે ઘરે જવું કપરું હોવાથી તમે લોકો મને ફોન-પે ઉપર ૬૦૦ રૂપિયા ટ્રાન્સફર કરી આપો ! હું ઘેર જઈને તમને પૈસા પરત કરી દઈશ. જો કે રાહતની વાત એ છે કે આ જાળમાં હજુ સુધી કોઈ ફસાયું નથી