બંગાળ અને બિહારમાં વડાપ્રધાને શું કહ્યું ? વાંચો
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શુક્રવારે બંગાળ અને બિહારમાં સભાઓ સંબોધી હતી. સીમાંચલના અરરિયા જિલ્લામાં જનસભાને સંબોધિત કરી હતી. આ સંબોધનમાં તેમણે કોંગ્રેસના તુષ્ટિકરણ પર પ્રહારો કર્યા હતા અને કર્ણાટકની ઘટનાને લોકો સામે લાવી હતી.
તેમણે સ્પષ્ટપણે કહ્યું કે કોંગ્રેસે અન્ય પછાત વર્ગોના આરક્ષણ પર કબજો કરવા માટે કર્ણાટકમાં મુસ્લિમોને ગુપ્ત રીતે સામેલ કર્યા અને હવે તે સમગ્ર દેશમાં તેને લાગુ કરવા માંગે છે. આ પછી, તે અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિને પણ સમાન અધિકારો આપશે. કોંગ્રેસ મૂળભૂત રીતે દેશમાં ધર્મ આધારિત આરક્ષણ લાગુ કરવા માંગે છે.
બંગાળના માલદા ખાતે સભાને સંબોધતાં મોદીએ કહ્યું હતું કે અહીના લોકોનો પ્રેમ જોઈને મને એમ લાગે છે કે પાછલા ભવમાં મારો જન્મ બંગાળમાં થયો હશે. અથવા આવતા ભવમાં બંગાળમાં ફરી જન્મ થશે. આ દરમિયાન એમણે સુપ્રીમ કોર્ટના ચુકાદાને ધ્યાનમાં લઈને કહ્યું હતું કે બેલેટ લૂટનારાઓના સપના ચકનાચૂર થઈ ગયા છે.
કોંગ્રેસ પર પ્રહાર કરતા મોદીએ કહ્યું કે કોંગ્રેસ દેશમાં ધર્મ આધારિત આરક્ષણ લાગુ કરવા માંગે છે. કર્ણાટકમાં કોંગ્રેસે ઓબીસી સમુદાયના 27 ટકા ક્વોટાને છીનવી લેવાની રમત રમી છે. તેમના ક્વોટામાંથી અનામત કાપીને પડદા પાછળ એક રમત રમાઈ છે. ઓબીસી સમાજની આંખમાં ધૂળ નાખીને મુસ્લિમ સમાજના અમીર અને ધનિકોને રાતોરાત ઓબીસીમાં ફેરવી નાખ્યા. પરિણામ એ આવ્યું કે ઓબીસી સમુદાયના અધિકારોનો મોટો હિસ્સો મુસ્લિમોના ખાતામાં ગયો. તેમની સાથે મોટી રમત રમી છે. કોંગ્રેસ બિહારમાં પણ આ જ રમત રમવા માંગે છે. બિહારમાં લાલુ પ્રસાદ યાદવની પાર્ટી રાષ્ટ્રીય જનતા દળ આ ષડયંત્રમાં તેમની સાથે છે. આરજેડી તેમને સમર્થન આપી રહ્યું છે. આરજેડીએ તેની સામે એક શબ્દ પણ ઉચ્ચાર્યો નથી.
