‘ચાચા વિધાયક હૈ હમારે’ સિઝન-૩ નું ટ્રેલર રિલીઝ
રોની ભૈયા બનીને ફરી આવી રહ્યો છે સ્ટેન્ડઅપ કોમેડિયન ઝાકિર ખાન
સ્ટેન્ડઅપ કોમેડિયન અને અભિનેતા ઝાકિર ખાન પોતાની હિટ સ્ટ્રીમિંગ સિરીઝ ‘ચાચા વિધાયક હૈ હમારે’ની ત્રીજી સિઝન સાથે કમબેક કરી રહ્યો છે. નવી સિરીઝની રિલિઝને લઈને ઝાકિરે દાવો કર્યો છે કે, આ સિઝન ઇમોશન્સથી ભરપૂર છે. તમને જણાવી દઈએ કે ‘ચાચા વિધાયક હૈ હમારે’ની સિઝન-૩ નું ટ્રેલર રિલીઝ થઈ ગયું છે.
અપકમિંગ સિઝન વિશે વાત કરતાં ઝાકિરે કહ્યું હતું કે, ‘ચાચા વિધાયક હૈ હમારે’ની ત્રીજી સિઝન લાવવીએ ઘરે પાછા ફરવું જેવુ છે. અમને પૈસાથી વધારે પ્રેમ મળ્યો છે. તે હકીકતમાં હ્ર્દયસ્પર્શી છે. તેણે વધુમાં કહ્યું હતું કે, ગત સિઝન સાથે આપણે ‘રોની’ (સિરીઝનું પાત્ર)ને આગળ વધતાં અને નવા પડકારોનો સામનો કરતાં જોયો છે. સિઝન-૩ ખાસ અલગ નથી પરંતુ તે ખૂબ લાગણીઓથી ભરપૂર છે. જે દર્શકોને એમની સીટ સાથે બાંધીને રાખશે.
‘ચાચા વિધાયક હૈ હમારે’ સિરિઝને ગગનજીતે ડાયરેક્ટ કરી છે અને ઝાકિર ખાન અને ગોપાલ દત્ત દ્વારા લખવામાં આવી છે. ‘ચાચા વિધાયક હૈ હમારે’ સિઝન-૩નું પ્રીમિયર તા.૨૫મી એપ્રિલે એમેઝોન મીની ટીવી પર થવાનું છે.