પ્લેનમાં 12 વર્ષ સુધીના બાળકોને માતા-પિતા પાસે સીટ આપવા આદેશ
ડાયરેક્ટર જનરલ ઓફ સિવિલ એવિયેશને એક આદેશ બહાર પાડીને વિમાનમાં મુસાફરી દરમિયાન ૧૨ વર્ષ સુધીના બાળકોને બેસવા માટે તેના માતા-પિતા કે વાલીની સાથે હોય તેવી જ સીટ ફાળવવા તમામ એરલાઈન્સને આદેશ આપ્યો છે.
એવિએશન રેગ્યુલેટરની તરફથી કહેવામાં આવ્યું છે કે હવેથી 12 વર્ષથી નાની ઉંમરના બાળકોને હવાઈ સફર વખતે તેમના માતા-પિતાની પાસે વાળી સીટ આપવી પડશે. ડીજીસીએએ મંગળવારે આ સંબંધમાં એક સર્કુલર જાહેર કરી બધી એરલાયન્સ પાસે આ નિયમ ફરજીયાત રીતે લાગુ કરવા માટે કહ્યું છે.
ડીજીસીએએ આ પગલું હવાઈ યાત્રા વખતે બાળકોને તેમના માતા-પિતાની સાથે બેસવા ન દેવામાં આવ્યા અંગે થયેલી ફરિયાદ બાદ લેવામાં આવ્યું છે. હવેથી 12 વર્ષથી નાની ઉંમરના બાળકોને તેમના વાલી કે માતા-પિતાની પાસે વાળી સીટ ઉપલબ્ધ થઈ શકે છે અને ખાસ વાત એ છે કે તેમના માટે યાત્રીને કોઈ વધારાનો ચાર્જ નહીં આપવો પડે.