મેક્સવેલને માનસિક થાક લાગ્યો ! IPLમાં લીધો બ્રેક
બેગ્લોરુને પડ્યા પર પાટું: હવે તેનું રમવું અનિશ્ચિત
રોયલ ચેલેન્જર્સ બેંગ્લુરુની આઈપીએલમાં આ વખતે પણ ખસ્તા હાલત છે. ટીમને આઈપીએલમાં વધુ એક ઝટકો લાગ્યો છે. સ્ટાર ઑલરાઉન્ડર ગ્લેન મેક્સવેલે માનસિક થાકની વાત કહીને અનિશ્ચિત કાળ સુધી બ્રેક લઈ લીધો છે ! મેક્સવેલે મેન્ટલ અને ફિઝિકલ બ્રેકનો આગ્રહ આરસીબી મેનેજમેન્ટને કર્યો હતો જે માન્ય રખાયો છે.
હૈદરાબાદ સામે હાર્યા બાદ પોઈન્ટ ટેબલમાં બેંગ્લુરુ ખરાબ સ્થિતિમાં પહોંચી ગઈ છે. તેને ૭માંથી માત્ર ૧ મેચમાં જીત મળી છે. જ્યારે મેક્સવેલનું હટી જવું પણ ફ્રેન્ચાઈઝી માટે એક મોટો ઝટકો છે. મેક્સવેલે કહ્યું કે મારા માટે વ્યક્તિગત રીતે આ અત્યંત સરળ નિર્ણય હતો. અંતિમ ગેમ બાદ ફાફ (ડુપ્લેસિસ) અને કોચ પાસે ગયો અને કહ્યું કે મને લાગી રહ્યું છે કે હવે કોઈ બીજા ખેલાડીને અજમાવવો જોઈએ. મારે માનસિક-શારીરિક આરામ કરવાની જરૂર છે. હવે શરીરને દુરસ્ત કરવાની જરૂરિયાત મને લાગી રહી છે.