ટેસ્ટ શ્રેણીમાં બાંગ્લાદેશના સૂપડા સાફ કરતું શ્રીલંકા
બીજી ટેસ્ટ ૧૯૨ રને જીતી
શ્રીલંકાએ બાંગ્લાદેશને ટેસ્ટ શ્રેણીમાં ૨-૦થી હરાવ્યું છે. શ્રેણીની બીજી મેચમાં શ્રીલંકાએ પહેલી ઈનિંગમાં ૫૩૧ રન અને બીજી ઈનિંગમાં ૧૫૭ રન બનાવીને દાવ ડિકલેર કર્યો હતો. જવાબમાં બાંગ્લાદેશની ટીમ પહેલી ઈનિંગમાં ૧૭૮ રન અને બીજી ઈનિંગમાં ૩૧૮ રન બનાવી ઓલઆઉટ થઈ ગઈ હતી. કામિન્ડુ મેન્ડીસને પ્લેયર ઑફ ધ સિરીઝ અને પ્લેયર ઑફ ધ મેચ પસંદ કરાયો હતો.
તેણે પહેલી ઈનિંગમાં ૯૨ રન બનાવ્યા હતા. જ્યારે કેપ્ટન ધનંજયે ૭૦ રનની ઈનિંગ રમી હતી. કુશલ મેન્ડીસે ૯૩ રન બનાવ્યા હતા. જ્યારે બાંગ્લાદેશ ૧૭૮ રને ઓલઆઉટ થયું હતું જેમાં જાકીર હસનના ૫૩ રન મુખ્યા હતા.
શ્રીલંકાએ બીજી ઈનિંગ ૧૫૭ રને ડિકલેર કરી હતી. આ દરમિયાન મેથ્યુઝે ૭૪ દડાનો સામનો કરતા ૫૬ રન બનાવ્યા હતા. બાંગ્લાદેશ બીજી ઈનિંગમાં સારું પ્રદર્શન કર્યું પરંતુ જીત મેળવી શકી ન્હોતી. તેના માટે મોમિનુલ હક્કે ૫૬ દડામાં ૫૦ રન તો મેહદી હસન મિર્ઝાએ ૮૧ રનની અણનમ ઈનિંગ રમી હતી. અગાઉ પહેલી ટેસ્ટ શ્રીલંકાએ ૩૨૮ રને જીતી હતી