વડાપ્રધાને કયો સિક્કો બહાર પાડ્યો ? જુઓ
સોમવારે ભારતીય રિઝર્વ બેંકની 90મી વર્ષગાંઠ હતી. જે દેશની કેન્દ્રીય અને સૌથી મોટી બેંક છે જે ભારતની તમામ બેંકોને નિયંત્રિત કરે છે. આ પ્રસંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મુંબઈમાં કાર્યક્રમમાં હાજરી આપી હતી. આ પ્રસંગે તેમણે 90 રૂપિયાનો સિક્કો પણ બહાર પાડ્યો હતો.
સરકાર દ્વારા બનાવવામાં આવેલ આ 90 રૂપિયાના સિક્કાનું વજન 40 ગ્રામ છે અને તે 99.9 ટકા શુદ્ધ ચાંદીથી બનેલું છે. 90 રૂપિયાનો સિક્કો લોન્ચ થયા પછી ફેસ વેલ્યુ કરતાં પ્રીમિયમ પર વેચવામાં આવશે.
આ સિક્કાની અંદાજિત કિંમત 5,200 થી 5,500 રૂપિયા હોઈ શકે છે. 19 માર્ચ 2024 ના રોજ, આર્થિક બાબતોના વિભાગ, નાણા મંત્રાલય દ્વારા આ સિક્કો જારી કરવા માટે એક ગેઝેટ સૂચના પણ બહાર પાડવામાં આવી હતી.
રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાના 90 વર્ષ પૂર્ણ થવાના અવસરે આયોજિત એક કાર્યક્રમમાં વડાપ્રધાન મોદીએ કહ્યું કે સરકારે નાણાકીય સ્થિતિ સુધારવા માટે 3.5 લાખ કરોડ રૂપિયાનું મૂડી રોકાણ કર્યું છે. આરબીઆઈના 90 વર્ષના કાર્ય વિશે વાત કરતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે દેશની બેંકિંગ સિસ્ટમને મજબૂત રાખવામાં આરબીઆઈની ભૂમિકા ખૂબ જ મહત્વપૂર્ણ છે.