વિદેશી મુદ્રા ભંડારમાં શું બન્યો રેકોર્ડ ? વાંચો
14 કરોડ ડોલરના વધારા સાથે ભંડાર હવે 642.631 અબજ ડોલર ઉપર પહોંચ્યો
દેશના અર્થતંત્રના મોરચા પર સારા સમાચાર બહાર આવ્યા હતા. બધા જ ક્ષેત્રોમાં સારો વિકાસ થઈ રહ્યો છે ત્યારે દેશની તિજોરીમાં પણ ઝડપથી વધારો થઈ રહ્યો છે. વિદેશી મુદ્રા ભંડારમાં આવકનો નવો રેકોર્ડ થયો છે અને તેમાં સતત 5 માં સપ્તાહે ભારે ઉછાળો આવ્યો હતો.
22 માર્ચે પૂરા થતાં સપ્તાહમાં દેશના વિદેશી મુદ્રા ભંડારમાં 14 કરોડ ડોલરનો વધારો થયો હતો. હવે ભંડાર કૂલ 642.631 અબજ ડોલરની નવી ઊંચાઈ ઉપર પહોંચી ગયો છે. આ બારામાં રિઝર્વ બેન્ક દ્વારા આંકડાકીય માહિતી આપવામાં આવી હતી .
બેન્કના અહેવાલમાં જણાવાયું હતું કે વૈશ્વિક ગતિવિધિઓને લીધે ઉત્પન્ન થયેલા દબાણો વચ્ચે કેન્દ્રીય બેન્કે રૂપિયાની પછડાટને રોકવા માટે ભંડારનો ઉપયોગ કર્યો હતો. જેને લીધે મુદ્રા ભંડારમાં થોડો ઘટાડો થયો હતો. પણ ત્યારબાદ ભંડારમાં ભરપૂર વધારો થયો હતો.
બીજી બાજુ ગોલ્ડ રિઝર્વ ભંડારમાં પણ વધારો થયો છે. દેશના કરજની અદાયગી કરવા માટે પણ વિદેશી મુદ્રા ભંડારનો ઉપયોગ કરવામાં આવે છે અને રિઝર્વ બેન્ક દ્વારા રૂપિયાના દબાણને દૂર કરવા માટે પણ આ ભંડારનો ઉપયોગ કરાયો છે.