IPLની પહેલી મેચે તોડ્યા તમામ રેકોર્ડ
આઈપીએલની ધમાકેદાર શરૂઆત થઈ ચૂકી છે. ટૂર્નામેન્ટના સત્તાવાર પ્રસારણકર્તા ડિઝની સ્ટાર પ્રમાણે પહેલાં દિવસે કુલ ૧૬.૮ કરોડ લોકોએ મેચનો આનંદ માણ્યો જે એક રેકોર્ડ છે. પહેલાં દિવસે ૧૨૭૬ કરોડ મિનિટનો વોચટાઈમ રહ્યો હતો જે તમામ સીઝનના પહેલાં દિવસનો અત્યાર સુધીનો સૌથી વધુ છે. આઈપીએલની ૧૭મી સીઝનના પહેલાં દિવસે ૬.૧ કરોડ દર્શકોએ ડિઝ્ની સ્ટાર નેટવર્ક પર મેચનું પ્રસારણ જોયું જે અત્યાર સુધીનો સૌથી મોટો આંક છે. સ્ટાર સ્પોર્ટસે એક નિવેદનમાં કહ્યું કે આ એક શાનદાર ઉપલબ્ધી છે જે ચાહકો દ્વારા સ્ટાર સ્પોર્ટસને આપવામાં આવી છે. અમારી કટિબદ્ધતા છે કે અમે ચાહકો સુધી શ્રેષ્ઠ કવરેજ પહોંચાડશું