હું હજુ પણ ટી-૨૦ રમવાને લાયક છું: કોહલીનું દર્દ છલકાયું
પંજાબ સામે જીત મેળવ્યા બાદ ૩૫ વર્ષીય વિરાટ કોહલીએ કહ્યું કે હું જાણું છું કે અત્યારે જ્યારે પણ ટી-૨૦ ક્રિકેટની વાત આવે છે તો દુનિયાના અનેક હિસ્સાઓમાં મારું નામ રમતને પ્રોત્સાહન આપવા સાથે જોડી દેવામાં આવે છે પરંતુ હું ભારપૂર્વક કહેવા માંગું છું કે હું હજુ પણ ટી-૨૦ રમવાને લાયક છું. પૂર્વ ભારતીય કેપ્ટન કોહલીને કંઈ પણ સાબિત કરવાની જરૂર નથી પરંતુ તેનું માનવું છેકે ટી-૨૦ ફોર્મેટમાં પોતાની રમતમાં સુધારો કરવાની જરૂર રહે છે. કોહલીને જ્યારે ફાસ્ટ બોલરો વિરુદ્ધ ઓફ સાઈડમાં હવામાં શોટ રમવા અંગે પૂછવામાં આવ્યું તો તેણે કહ્યું કે તમારે રમતમાં કંઈકને કંઈક નવું ઉમેરતું જવું પડે છે.