ઔરંગઝેબ અને મહંમદ અલી ઝીણા બંને ગુજરાતના હતા: સંજય રાઉત
શિવસેના ( ઉદ્ધવ ઠાકરે) ના નેતા સંજય રાઉતનો ગુજરાત દ્વેષ ફરી એક વખત સામે આવ્યો છે. તેમણે વડાપ્રધાન મોદીની ઔરંગઝેબ સાથે તુલના કર્યા બાદ મહમદ અલી ઝીણાનું નામ લઇને ગુજરાતનું પણ અપમાન કર્યું હતું.સાંગલીમાં એક જાહેર સભાને સંબોધતા તેમણે પરોક્ષ રીતે વડાપ્રધાન મોદી અને ગૃહ મંત્રી અશોક શાહ સામે અપમાનજનક ટિપ્પણી કરી હતી.
તેમણે કહ્યું કે,”400 વર્ષ પહેલા મહારાષ્ટ્રને ઔરંગઝેબના શાસનકાળમાં ખૂબ સહન કરવું પડ્યું હતું. ઔરંગઝેબે જે કર્યું તે દિલ્હીમાં બેઠેલા બે નેતાઓ કરી રહ્યા છે. ઔરંગઝેબ પણ ગુજરાતમાં જન્મ્યો હતો અને ભારતના ભાગલા માટે જવાબદાર મહમદ અલી ઝીણાનો જન્મ પણ ગુજરાતમાં થયો હતો”
મોદી અને શાહનું નામ લીધા વગર તેમણે કહ્યું કે દેશની હાલત ઔરંગઝેબના સમયે હતી તેવી જ છે. ઔરંગઝેબે પણ મીઠી મીઠી વાતો કરીને સત્તા કબજે કરી હતી. ઔરંગઝેબે પણ ભાગલા પાડો અને રાજ કરવાની નીતિ અપનાવી હતી અને દિલ્હીમાં બેઠેલા ગુજરાતના બે નેતા પણ મહારાષ્ટ્ર અને સમગ્ર દેશમાં એ જ નીતિ અખતયાર કરી રહ્યા છે. તેમણે ઉમેર્યું કે મહારાષ્ટ્રના બહાદુર લોકોની ભૂમિમાં ઔરંગઝેબ દફન થઈ ગયો હતો અને હવે એ ઇતિહાસનું પુનરાવર્તન થઈ રહ્યું છે.
