Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
રાજકોટ
ટ્રેન્ડિંગ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
Whatsapp channel
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
રાજકોટ

વિદેશી દારૂના ધંધામાં અમેરિકા, લંડન કેનેડાના વર્ચ્યુલ નંબરનો ઉપયોગ

Fri, March 22 2024

ગાંધીધામની ગળપાદર જેલમાંથી મોરબીમાં દારૂનો ધંધો શરૂ કરવાનો પ્લાન ગોઠવાયો

મોરબીમાં એસએમસીની તપાસમાં અનેક રહસ્યો ખુલ્યા, કચ્છના રમેશ પટ્ટણીએ ભરત મારવાડી સાથે સંપર્ક થયા બાદ જીમિત પટેલ સાથે મળી દારૂનો ધંધો શરૂ કર્યો હતો : વધુ 12 આરોપીઓના નામ ખુલ્યા

મોરબી : મોરબીના લાલપર ગામ નજીક ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટમાંથીગાંધીનગરની સ્ટેટ મોનીટરીંગ સેલની ટીમે વિદેશી દારૂ સપ્લાયનું જબરદસ્ત નેટવર્ક ઝડપી લેવા પ્રકરણમાં ચોંકાવનારી હકીકત સામે આવી છે, મોરબીથી સમગ્ર સૌરાષ્ટ્રમાં દારૂ ઠાલવવાના આ ગોરખધંધામાં કચ્છના રાપર તાલુકાના ચિત્રોડ ગામનો આરોપી રમેશ પટ્ટણી ગાંધીધામની ગળપાદર જેલમાં તેના દારૂના ધંધાર્થી મિત્રને મળવા ગયા બાદ ભરત મારવાડી સાથે સંપર્ક થતા અમદાવાદના જીમિત પટેલના મોરબીના ગોડાઉનમાં દારૂનો જથ્થો ઉતારી સમગ્ર સૌરાષ્ટ્રમાં માલ સપ્લાય કરવાનું નેટવર્ક ગોઠવવામાં આવ્યું હોવાનું અને દારૂની સપ્લાય માટે અમેરિકા, લંડન અને કેનેડાના વર્ચ્યુલ નંબરથી વોટ્સએપ ઉપર જ ઓર્ડર લઈ માલ સપ્લાય કરવામાં આવતો હોવાનું ભાર આવ્યું છે, સાથે જ મોરબી આવતો તમામ દારૂ પંજાબથી મોકલતો હોવાનું સ્પષ્ટ બનું છે,  આરોપી રમેશ પટ્ટણી અને જીમિત ભાગમાં દારૂનો ધંધો કરતા જેમાં એક પેટીએ બન્નેને 200 રૂપિયા મળતા હોવાનું રમેશે કબુલ્યું હતું, એસએમસીએ 10 આરોપીઓને પકડયા બાદ વધુ 12 આરોપીઓના નામ ખુલ્યા છે.

મોરબી તાલુકા પોલીસ મથકની હદમાં છેલ્લા સાતેક માસથી ધમધમતા વિદેશી દારૂના ગોરખધંધા ઉપર મંગળવારે રાત્રીના ગુજરાત સ્ટેટ મોનીટરીંગ સેલની ટીમે દરોડો પાડી 1.51 કરોડનો દારૂ બિયરનો જથ્થો તેમજ 66 લાખથી વધુની કિંમતના સાત અલગ અલગ વાહનો તેમજ રોકડ સહિત 2.20 કરોડથી વધુનો મુદામાલ કબ્જે કરાયા બાદ એસએમસીની ટીમ સમક્ષ પોપટ બની ગયેલા મુખ્ય આરોપીઓના સાગરીત એવા કચ્છના રમેશ પટ્ટણીએ વટાણા વેરી નાખી સમગ્ર ગોરખધંધા અંગેની રજે રજની વિગતો પોલીસ સમક્ષ ઓકી નાખતા દારૂના આ ધંધાના નેટવર્કથી પોલીસ પણ ચોકી ઉઠી હતી. સમગ્ર મામલે કચ્છનો રમેશ પટ્ટણી, અમદાવાદનો જીમિત, ભરત મારવાડી અને રાજારામ મારવાડી જ દારૂનું નેટવર્ક ચલાવતા હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું છે.સાથે જ વિદેશી દારૂના વેપલામાં તમામ બુટલેગરો સોફ્ટવેરની મદદથી અમેરિકા, લંડન અને કેનેડાના વર્ચ્યુલ નંબરનો ઉપયોગ કરતા હોવાનું પણ તપાસમાં બહાર આવ્યું છે.

લિસ્ટેડ બુટલેગર જીમિત અગાઉ લોધીકામાં પકડાઈ ચુક્યો છે

પોલીસના ચોપડે ચડી ચુકેલ લિસ્ટેડ બુટલેગર જીમિત  પટેલ દોઢેક મહિના પૂર્વે રાજકોટના લોધીકા તાલુકામાં દારૂની ડીલેવરી આપવા જતા પોલીસના હાથે ઝડપાઇ ગયો હોવાનું અને બાદમાં જામીન ઉપર મુક્ત થઇ ફરી દારૂના ધંધામાં જોરશોરથી ઝંપલાવ્યું હોવાનું એસએમસીની તપાસમાં બહાર આવ્યું છે.

મહિને 90 હજાર ભાડાંથી મીઠાના ધંધા માટે ગોડાઉન ભાડે રાખ્યું હતું

આરોપી જીમિત પટેલે મીઠાનો ધંધો કરવા માટે મોરબીના આશાપાર્ક, બહાદુરવીલા પાસે રહેતા ભવાનીસિંહ વિક્રમસિંહ જાડેજા નામની વ્યક્તિ પાસેથી મહિને રૂપિયા 90 હજાર ભાડામાં ગોડાઉન ભાડે રાખ્યું હતું અને ગોડાઉનમાં કામ કરતા પકડાયેલ તમામ લોકોને મહિને 20થી 25 હજાર પગાર અને ખાવું,પીવું તેમજ રહેવાની સુવિધા આપવામાંઆ આવતી હતી.

રમેશ પટ્ટણી અને જીમિત પટેલને એક પેટી દારૂએ 200 રૂપિયા મળતા

સ્ટેટ મોનીટરીંગ સેલની ટીમ સમક્ષ પોપટ બની ગયેલા રમેશ પટ્ટણી ઉર્ફે પટેલે કબુલ્યું હતું કે છેલ્લા સાતેક માસથી આરોપી જીમિત પટેલ. ભરત મારવાડી અને રાજારામ મારવાડી સાથે મળી આ દારૂનો ધંધો કરતો હતો અને એક પેટીએ જીમિત અને પોતાને 200-200 કમિશન મળતું હતું સાથે જ પોતે મુંબઈ હતો ત્યારે સ્ટેશનરીની દુકાનમાં સાથે કામ કરતા શિવકરણ કેવટ સાથે પરિચય થતા તમામ મજુર માણસો તેના દ્વારા જ મોરબી મંગાવ્યા હતા.

જીમિતની કારમાં એન્ટીકરપ્શન બ્યુરો અને પ્રેસ મીડિયાના બોર્ડ

એસએમસીની ટીમે વિદેશી દારૂના ધંધાર્થી અને લિસ્ટેડ બુટલેગર જીમિત પટેલની કાર દરોડા સ્થળેથી કબ્જે કરતા કારની આગળ અને પાછળ એન્ટીકરપ્શન બ્યુરો અને પ્રેસ મીડિયાના બોર્ડ મારેલા હોવાનું નોંધ્યું છે અને ગાડીમાંથી દારૂના વેચાણના અઢી લાખ મળી આવતા તે પણ કબ્જે કરાયા હતા.

Share Article

Other Articles

Previous

ચૂંટણી ફરજ ઉપરના કર્મચારીઓને હોદાની ફાળવણી કરાઈ

Next

મતદાર જાગૃતિ માટે 24.50 લાખની ગ્રાન્ટ ફાળવતું ચૂંટણીપંચ

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
4 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
4 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
4 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
1 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
2 મહિના પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
2 મહિના પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
3 સપ્તાહs પહેલા
ગુજરાત
Most Share
ટૉપ ન્યૂઝ
દિલ્હી એરપોર્ટ પર લેન્ડિંગ બાદ એર ઇન્ડિયાના વિમાનના એન્જિનમાં લાગી આગ : તમામ યાત્રી અને ક્રૂ મેમ્બર સુરક્ષિત
5 કલાક પહેલા
DRISHYAM સ્ટાઇલથી પતિની હત્યા : બોયફ્રેન્ડની મદદથી પત્નીએ લાશ ઘરમાં જ દાટી અને ઉપર નવી ટાઇલ્સ લગાવી દીધી
5 કલાક પહેલા
શું સંજય દત્તને થયો Son of Sardaar 2માં કામ ન કરવાનો અફસોસ? સોશિયલ મીડિયા પાર સામે આવી પ્રતિક્રિયા, જુઓ શું કહ્યું
5 કલાક પહેલા
ફ્યુઅલ કંટ્રોલ સ્વીચ સિસ્ટમમાં કોઈ ખામી નથી : એર ઇન્ડિયાએ તમામ બોઈંગ વિમાનોની તપાસ કરી પૂર્ણ
6 કલાક પહેલા
Categories

નેશનલ

2280 Posts

Related Posts

ક્યાંથી પકડાયો લશ્કરનો આતંકી ? જુઓ
ટ્રેન્ડિંગ
1 વર્ષ પહેલા
યુપીમાં બસ કંડકટર પર હુમલો કરનાર યુવક કોણ છે ? તપાસમાં શું થયો ધડાકો ? જુઓ
ટૉપ ન્યૂઝ
2 વર્ષ પહેલા
દેશના અર્થતંત્ર વિશે શું આવી આગાહી ? કોણે શું કહ્યું ? વાંચો
નેશનલ
11 મહિના પહેલા
આ તારીખ આસપાસ વાતાવરણ પલટાશે અને વરસાદ આવશે
ગુજરાત
1 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર