છેલ્લો ઘાણવો ! એક ડેપ્યુટી કલેકટર અને 16 મામલતદારોની બદલી
રાજ્યના મહેસુલ વિભાગ દ્વારા આચાર સહિંતા અમલી બને તે પૂર્વે છેલ્લી ઘડીએ બદલી આદેશ કર્યો
રાજકોટ : ગુજરાત સરકારના મહેસુલ વિભાગ દ્વારા લોકસભા ચૂંટણીની આચાર સહિંતા અમલી બને તે પૂર્વે છેલ્લી ઘડીએ બદલી આદેશ કરી એક ડેપ્યુટી કલેકટર અને 16 મામલતદારોની બદલી કરવા હુકમ કર્યો હતો.
મહેસુલ વિભાગ દ્વારા છેલ્લી ઘડીએ કરવાંમાં આવેલા બદલી હુકમ મુજબ રેવન્યુ ઇન્સ્પેકશન કમિશ્નરમાં ડેપ્યુટી કલેકટર તરીકે ફરજ બજાવતા જે.પી.ઝાલાને સ્ટેમ્પ ડ્યુટી ડેપ્યુટી કલેકટર જૂનાગઢ ખાતે બદલી કરવા હુકમ કર્યો હતો સાથે જ અમદાવાદ મામલતદાર હેતલબા ચાવડાને મામલતદાર ઈલેક્શન અમદાવાદ, સાયન્સ સીટી મામલતદાર જાગૃતિ ચૌહાણને મહેસાણા, જામનગરના વી.કે.બારોટને પોરબંદર, ભાવનગરના એચ.એલ.ચૌહાણને રાજકોટ ઈલેક્શન બ્રાન્ચ, અમદાવાદના એમ.જે.ચાવડાને સુરત, વી.બી.ખરાડીને ગાંધીનગરથી ખેડા, બી.વી.પટેલને અમદાવાદથી વલસાડ, ગાંધીનગરથી પારુલ શાહને ખેડા, એચ.ડી.દુલેરાને પોરબંદર, એસ.એસ.નિનામાને ખેડા ઈલેક્શન બ્રાન્ચમાંથી ડિઝાસ્ટરમાં, પાટડી મામલતદાર જી.પી.પટેલને સુરેશન્દ્રનગર ઈલેક્શન બ્રાન્ચ, સુરેન્દ્રનગરના એચ.બી.વાડાને એડિશનલ ચીટનીશ સુરેન્દ્રનગર, ગાંધીનગરના કનુભાઈ પરમારને ભાવનગર, આણંદ મામલતદાર કે.એમ.રાણાને પારડી વલસાડ, આર.આર.ચૌધરીને પારડી વલસાડથી આણંદ અને એચ.એમ.અમીનને વલ્લભીપુર ભાવનગરથી મામલતદાર પાટડી દસાડા સુરેન્દ્રનગર જિલ્લા ખાતે બદલી કરવાં આવી હતી.