લોકસભા ચૂંટણીનું પરિણામ 4 જૂને, 19 એપ્રિલથી મતદાન સાત તબક્કામાં, ગુજરાતમાં 7મેએ મતદાન
ચૂંટણી પંચે લોકસભા ચૂંટણી 2024નો સંપૂર્ણ કાર્યક્રમ જાહેર કરી દીધો છે. આ વખતે લોકસભા ચૂંટણી સાત તબક્કામાં યોજાશે અને પ્રથમ તબક્કાના મતદાનની શરૂઆત 19 એપ્રિલથી થશે અને 1 જૂનના રોજ સાતમા એટલે કે છેલ્લાં તબક્કાનું મતદાન થશે. આ સાથે જ એ પણ સ્પષ્ટ થઈ ગયું છે કે ચૂંટણીના પરિણામો 4 જૂને જાહેર થશે એટલે કે ત્યારે દેશને ખબર પડી જશે કે દેશમાં એનડીએ સરકાર બનાવશે કે પછી I.N.D.I.A. ગઠબંધન? આ ચૂંટણીની જાહેરાતોમાં સૌથી મહત્ત્વપૂર્ણ એ છે કે ગુજરાતમાં 7 મેના રોજ લોકતંત્રનો પર્વ યોજાશે. તે દિવસે જ લોકસભાની 26 બેઠકો પર એક જ તબક્કામાં સાથે સાથે રાજ્યની કુલ 5 વિધાનસભા બેઠકો માટે પેટાચૂંટણી પર મતદાન થશે.
આજથી જ આચારસહિંતા લાગૂ કરી દેવામાં આવી
આમ જોવામાં આવે તો આ વખતે ચૂંટણી પંચે લોકસભા ચૂંટણીની તારીખો જાહેર કરવામાં વિલંબ કર્યો છે. આ પહેલા 2004માં 29 ફેબ્રુઆરી, 2009માં 2 માર્ચ અને 2014માં પાંચ માર્ચે અને 2019માં 10 માર્ચે ચૂંટણીની તારીખો જાહેર કરી હતી. આ સાથે આજથી જ આચારસહિંતા લાગૂ કરી દેવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે આ વખતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં એનડીએ ગઠબંધન અને વિપક્ષનું ગઠબંધન I.N.D.I.A. વચ્ચે જોરદાર જંગ જામવાનો છે. વડાપ્રધાન મોદીએ ભાજપ માટે ‘અબ કી બાર 400 પાર’ નું લક્ષ્ય રાખ્યું છે ત્યારે કોંગ્રેસ સહિત અન્ય વિપક્ષી સાથીઓએ પણ ત્રીજી વખત લોકસભામાં વડાપ્રધાન મોદીના વિજય રથને રોકવાની તૈયારી કરી લીધી છે.
ગુજરાતમાં 7 મેના રોજ લોકસભા ચૂંટણીનું એક જ તબક્કામાં મતદાન, ગુજરાતમાં પાંચ વિધાનસભા બેઠકોની પેટાચૂંટણી પણ 7 મેના રોજ
પ્રથમ તબક્કામાં 21 રાજ્યોમાં મતદાન યોજાશે
- 19 એપ્રિલે પ્રથમ તબક્કાનું મતદાન થશે
- 26 એપ્રિલે બીજા તબક્કાનું મતદાન થશે
- 07 મેના રોજ ત્રીજા તબક્કાનું મતદાન યોજાશે
- 13 મેના રોજ ચોથા તબક્કાનું મતદાન
- 20 મેના રોજ પાંચમા તબક્કાનું મતદાન
- 25 મે રોજ છઠ્ઠા તબક્કાનું મતદાન
- 1 જૂનના રોજ સાતમા તબક્કાનું મતદાન
- 4 જૂને લોકસભા ચૂંટણીનું પરિણામ જાહેર થશે
જુઓ કયા રાજ્યમાં કેટલા દિવસ ચૂંટણી ચાલશે
ઓડિશાનો વિધાનસભા ચૂંટણીનો કાર્યક્રમ 2024
સિક્કિમની વિધાનસભા ચૂંટણીનો કાર્યક્રમ
અરુણાચલ પ્રદેશની વિધાનસભા ચૂંટણીનો કાર્યક્રમ
આંધ્રપ્રદેશમાં વિધાનસભા ચૂંટણી 2024
આ રાજ્યોમાં પેટાચૂંટણી યોજાવાની છે.
ચૂંટણી પ્રચાર દરમિયાન પ્લમેટિંગ ડિસ્કર્સના ઈશ્યૂનો સામનો કરવા ચૂંટણી પંચ તૈયાર, રાજકીય પક્ષોને આપી મહત્ત્વપૂર્ણ સલાહ
કયા રાજ્યમાંથી કેટલા રૂપિયા જપ્ત કરાયા…જુઓ આંકડા
ફેક ન્યૂઝ અને ખોટી માહિતીઓથી ગેરમાર્ગે ન દોરાવા અપીલ
રાજકીય પક્ષોને ગાઈડલાઈન…
- ચૂંટણી પ્રચારમાં બાળકોના ઉપયોગ પર પ્રતિબંધ રહેશે.
- પ્રચાર મુદ્દા આધારિત હોય.
- વ્યક્તિગત ટિપ્પણીઓ ન કરવામાં આવે
- સોશિયલ મીડિયા પર રહેશે નજર
- ફેક ન્યૂઝ ફેલાવશે તો કાર્યવાહી થશે
- ચૂંટણી પ્રચારમાં મર્યાદાઓને ધ્યાનમાં રાખે
- 2100 પર્યવેક્ષકોને તહેનાત કરાયા છે
- ગુજરાતમાં 802 કરોડ રૂપિયા જપ્ત કરાયા.
- ટીવી અને સોશિયલ મીડિયા, હિસ્ટ્રીશીટર અને પૈસા વહેંચણી પર નજર રખાશે
- 11 ચૂંટણીમાં 3400 કરોડ જપ્ત કરાયા
- દરેક જિલ્લામાં એક કન્ટ્રોલ રૂમની વ્યવસ્થા
- સુવિધા પોર્ટલનો ઉપયોગ ટ્રાન્સપરન્સી જાળવવાનો પ્રયાસ કરાશે.
- મતદારોનો વિશ્વાસ સુનિશ્ચિત કરવામાં આવશે. હિંસા અસ્વીકાર્ય છે. જે કરશે તેને તાત્કાલિક સજા કરાશે.
- ચૂંટણી પ્રક્રિયામાં બળપ્રયોગ અને ગુંડાગર્દીના અલોકશાહી પ્રભાવને રોકવા માટે અનેક ઉપાયો કરાયા છે.
- પારદર્દશક ચૂંટણી યોજવા માટે અને તમામ પડકારોને ઝિલવા ચૂંટણી પંચ આ 4M પર ધ્યાન આપશે
- ક્રિમિનલ રેકોર્ડ ધરાવતા ઉમેદવારોએ અખબારોમાં તેમની વિગતો પ્રકાશિત કરાવવી પડશે.
- કાગળનો ઉપયોગ લઘુતમ કરવામાં આવશે
- 85 વર્ષથી વધુ વયના મતદારોને ઘરેથી મતદાન કરવાની સુવિધા અપાશે.
- બે વર્ષથી ચૂંટણીના આયોજન માટે તૈયારીઓ કરવામાં આવી રહી હતી
- દરેક બુથ પર પીવાનું પાણી, ટોયલેટની વ્યવસ્થા પણ હશે
- 12 રાજ્યોમાં પુરુષ કરતા મહિલા મતદારોની સંખ્યા વધુ
- 82 લાખ મતદાતાઓ 85 વર્ષથી ઉપરના, જ્યારે 2.38 લાખ મતદાતા 100 વર્ષથી ઉપરના
- આ વખતે 1.82 કરોડ મતદારો પહેલીવાર મતદાન કરશે.
- 10.5 લાખ પોલિંગ બૂથ હશે અને કુલ 1.5 કરોડ કર્મચારીઓ ચૂંટણીના કામમાં જોડાશે
- આ વખતે દેશમાં 97 કરોડ મતદારો