સીએએ અંગે અમિત શાહે શું કહ્યું ? જુઓ
લઘુમતીઓને શું ખાતરી આપી ?
દેશમાં સીએએ લાગુ કરવા સામે કેટલીક પાર્ટીઓ દ્વારા વિરોધ શરૂ થયો છે ત્યારે સરકાર આ બાબતએ મક્કમ છે અને કોઇની પરવા કરશે નહીં. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે એક ઈન્ટરવ્યુમાં સ્પષ્ટ કરી દીધુ હતું કે સીએએ કાયદો ક્યારેય પરત લેવામાં નહી આવશે. સાથે એમણે એવી ચોખવટ પણ કરી હતી કે લઘુમતીઓ કે અન્ય કોઈએ ગભરાવાની જરૂર જ નથી. એમને કોઈ અસર થવાની નથી. કોઇની નાગરિકતા છીનવાશે નહીં.
એમણે કહ્યું કે દેશમાં ભારતીય નાગરિકતા સુનિશ્ચિત કરવી એ અમારો સાર્વભૌમ અધિકાર છે અને અમે તેની સાથે ક્યારેય સમાધાન નહીં કરીશું. શાહે કહ્યું કે કાયદો મોદી સરકાર દ્વારા લાવવામાં આવ્યો છે અને તેને પરત લેવો અસંભવ છે. તેમણે વિપક્ષી નેતાઓ પર તુષ્ટિકરણની રાજનીતિ કરવાનો આરોપ લગાવ્યો હતો.
અરવિંદ કેજરીવાલના એ નિવેદન પર વાત કરી જેમાં તેમણે કહ્યું હતું કે, શરણાર્થીઓને નાગરિકતા આપવાથી ચોરી એને દુષ્કર્મમાં વધારો થશે. આ મુદ્દે ગૃહમંત્રીએ કહ્યું કે, ભ્રષ્ટાચાર સામે આવ્યા બાદ મુખ્યમંત્રીએ પોતાનું ધૈર્ય ગુમાવી દીધુ છે. તેમને નથી ખબર કે, આ લોકો પહેલાથી જ ભારતમાં આવી ચૂક્યા છે અને રહી રહ્યા છે.
જો તેમને એટલી જ ચિંતા છે તો તેઓ બાંગ્લાદેશી ઘૂસણખોરો વિશે કે રોહિંગ્યાઓના વિરોધ પર વાત કેમ નથી કરતા? તેઓ વોટ બેંકની રાજનીતિ કરી રહ્યા છે… તેઓ વિભાજનની પૃષ્ઠભૂમિ ભૂલી ગયા છે અને તેમણે શરણાર્થી પરિવારો સાથે મુલાકાત કરવી જોઈએ.