કોરોનાથી લોકોના જીવનમાં ઘટાડો થયો
મેડિકલ જર્નલ લયન્સેટમાં રિસર્ચ અહેવાલમાં અપાઈ માહિતી
કોરોના મહામારીને લીધે દેશ અને દુનિયામાં અનેક લોકોના મૃત્યુ થયા હતા. એ જ રીતે લોકોના આરોગ્યને પણ ઘણી નુકસાની થઈ છે ત્યારે મેડિકલ જર્નલ લન્સેટમાં એક નવો રિસર્ચ રિપોર્ટ જાહેર થયો છે જેમાં એવી માહિતી અપાઈ છે કે લોકોના જીવનમાં 1.6 વર્ષનો ઘટાડો થયો છે. નિષ્ણાતો તેને કોરોનાની ગંભીર આડઅસર કહે છે.
આ નવા સંશોધને કોરોનાના ગંભીર સ્વાસ્થ્ય જોખમો સામે લાવ્યા છે. અન્ય ઘણા અભ્યાસોએ એ પણ જાહેર કર્યું છે કે કોરોનાએ વૈશ્વિક સ્તરે સ્વાસ્થ્ય પર કેવી અસર કરી છે. જ્યારે કોરોનાના સંક્રમણે લાખો લોકોના જીવ લીધા, ત્યારે કોરોનાએ તેનાથી બચી ગયેલા લોકોને પણ છોડ્યા નહીં. લોકો બીજી ઘણી એવી બીમારીઓથી પ્રભાવિત થવા લાગ્યા જે આજે પણ તેમાંથી બહાર આવી શક્યા નથી.
સંશોધન પ્રમાણે મહામારીના આગમન સુધી વૈશ્વિક સરેરાશ આયુષ્ય એટલે કે લાઈફ એક્સપેક્ટેન્સી વધી રહી હતી. સરેરાશ આયુષ્ય એટલે કે વ્યક્તિ તેના જન્મના સમયથી કેટલા વર્ષ જીવવાની અપેક્ષા રાખી શકે છે તે. લોકોનું સરેરાશ આયુષ્ય 1950ના 49 વર્ષથી વધીને 2019માં 73 વર્ષથી વધુ થઈ ગઈ છે. પરંતુ 2019 અને 2021 ની વચ્ચે તેમાં 1.6 નો ઘટાડો થયો છે.