મેટોડામાં કારખાનાંની અરોડીમાં ચાલતી જુગાર ક્લબ પર દરોડો
પોલીસે ક્લબ સંચાલક સહિત નવ જુગારીઓને દબોચી રોકડ રૂ. ૪૩.૯૦૦ કબ્જે કર્યા
રાજકોટના છેવાડે આવેલ મેટોડા જીઆઈડીસી ગેટ નં ૧ માં આવેલ હોઈ મેક કાસ્ટીંગ પ્રા.લી નામના કારખાનાની ઓરડીમાં ચાલતી જુગાર કલબ પર મેટોડા પોલીસે દરોડો પાડીને ક્લબ સંચાલક સહિત નવ જુગારીઓને ધરપકડ કરી હતી. તેમજ પોલીસ રૂપિયા ૪૩.૯૦૦ ની રોકડ કબ્જે કરી છે.
દરોડાની વિગતો અનુસાર, મેટોડા પોલીસ મથકના પીએસઆઇ કુલદીપસિંહ ગોહિલની રાહબરી હેઠળ હેડ કોન્સ્ટેબલ યોગીરાજસિંહ જાડેજા, પો.હેડ લક્કિરાજસિંહ જાડેજા, રાજદિપસિંહ ગોહિલ, રવુભાઈ ગીડા, જસમત માનકોલીયા, નીતીન મકવાણા તેમજ અન્ય સ્ટાફ પેટ્રોલિંગમાં હતો ત્યારે બાતમી મળી હતી કે, મેટોડા જીઆઈડીસી ગેટ નંબર ૧ માં આવેલ હોઈ મેક કાસ્ટીંગ પ્રા.લી નામના કારખાનાની આરોડીમાં કોઈ વ્યક્તિ બહારથી માણસો બોલાવીને જુગાર કલબ ચલાવે છે. બાતમીના આધારે પોલીસે તપાસ કરી હકિકત વાળી જગ્યાએ રેઇડ કરતા ક્લબ સંચાલક પેરૂલ નુરૂલ ઇસ્લામ તેમજ જુગાર રમતા મહેશ બદરૂદીન અલી, નિજામ હકીમુ દીન, રાજીવબુલ જનાલુબદીને ઇસ્લામ,મોહમદ દીલદાર અલીકમીયા હુસેન, સદામ પ્યારાએલી હુસૈન ,સનવર જોશનાઈ હુસૈન,રહુમુદીન અબ્દુલ સમાદ,સાજીદ લાલચંદ દુલની ધરપકડ કરી હતી. તેમજ પોલીસે આરોપી પાસેથી રૂપિયા ૪૩.૯૦૦ ની રોકડ કબ્જે કરી તમામ આરોપી સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.