દેશના સેવા ક્ષેત્રમાં શું થયા ફેરફાર ? વાંચો
અહેવાલમાં શું બહાર આવ્યું ?
બિઝનેસ ગતિવિધિ, વેચાણ અને નોકરીઓમાં નરમ વલણ રહેતાં દેશમાં ફેબ્રુઆરી માસમાં સેવા ક્ષેત્રની વૃધ્ધિ નરમ પડી ગઈ હતી. માસિક સર્વેમાં આહકીકત બહાર આવી હતી. ફેબ્રુઆરીમાં સેવા વ્યવસાય ગતિવિધિ સૂચકાંક 60.6 ટકા રહ્યું હતું. જે જાન્યુઆરીમાં 61.8 ટકા હતું. એચએસબીસી ઇન્ડિયાના અહેવાલમાં આ માહિતી આપવામાં આવી હતી.
પીએમઆઇની ભાષામાં 50 થઈ વધુ અંકનો અર્થ થાય છે કે ગતિવિધિમાં વિસ્તાર થઈ રહ્યો છે. જ્યારે 50 થઈ નીચે આંક હોય તો તે સંકુચન દર્શાવે છે. દેશમાં સેવા ક્ષેત્રમાં વિસ્તારની ગતિવિધિ જાન્યુઆરી કરતાં ફેબ્રુઆરીમાં ધીમી પડી ગઈ હતી. અહેવાલમાં જણાવ્યા મુજબ ફેબ્રુઆરીમાં વ્યાવસાયિક ગતિવિધિમાં ઘટાડો થયો હતો.
જો કે આગામી સમયમાં સ્થિતિ સુધરી શકે છે કારણ કે ઘટાડો એટલો બધો નથી કે તેને કવર ના કરી શકાય. સામાન્ય રીતે અર્થતંત્રની રફતાર તો બનેલી જ છે અને બધા જ ક્ષેત્રોમાં વૃધ્ધિ થઈ રહી છે.