રાજકોટનો ટેબલ વિવાદ પહોંચ્યો સુપ્રીમમાં!
જેમણે ઉદ્ઘાટન કર્યું હતું તે ચીફ જસ્ટિસ સુધી ફરિયાદ થઇ
કોર્ટ પરિસર બહાર વકીલોનો જમાવડો, પોલીસ અને વકીલો વચ્ચે વાક્યુદ્ધ જોવા મળ્યું
ગોંડલ, પડધરી, જેતપુર, જસદણ સહિતનાં બાર એસોસિયેશનેે હડતાળને ટેકો જાહેર કર્યો
રાજકોટમાં ઘંટેશ્વર પાસે નવી બનેલી કોર્ટની ઇમારતમાં વકીલોએ બેસવાના ટેબલ મુદ્દે આજે સજ્જડ હડતાળ પાડવામાં આવી હતી તો બીજી તરફ જેમણે આ ઇમારતને ખુલ્લી મૂકી હતી તે ચીફ જસ્ટિસ સુધી ટેબલ વિવાદને લઇ જવામાં આવ્યો છે.
નવી કોર્ટ બિલ્ડિગમાં સવારથી જ પ્રતીક હડતાળને વકીલોનું પ્રચંડ સમર્થન જોવા મળ્યું હતું. સવારથી જ બાર એસો. સભ્યો તેમજ સિનીયર વકીલો કોર્ટ પરિસરની બહાર ભેગા થાયને બેસી ગયા હતા. યુનિવર્સિટીના પીઆઈ દ્વારા અન્ય વકીલોને ધમકી આપીને બાહર રોકો છો તેવું કહેતા મામલો બિચક્યો હતો.અને બંને પક્ષ વચ્ચે વાક્યુદ્ધ જોવા મળ્યું હતું. તેમજ જસદણ, ગોંડલ, જેતપુર, પડધરીના બાર એસોસિસયેશન દ્વારા આ હડતાળને ટેકો જાહેર કરાયો હતો. આ મદ્દે વકીલ દિલીપ પટેલે સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધિશને પણ ઇ-મેઇલ દ્વારા જાણ કરવામાં આવી છે.
શું છે ટેબલ વિવાદ?
નવી કોર્ટ પરિસરમાં ટેબલ મૂકવા માટે હાઇકોર્ટની સુચના બાદ ડીસ્ટ્રિક જજ દ્વારા ટેબલ રાખવા ઈચ્છુકોના ફોર્મ મગાવવામાં આવેલ.જેમાં કુલ ૧૧૮૬ ફોર્મ આવતા ૩૬૨ ટેબલોની વ્યવસ્થા ગોઠવી દેવામાં આવેલ અને હજુ ૮૨૪ ટેબલોની વ્યવસ્થા ગોઠવવાની બાકી હોય તે મુદ્દો નિવારવા માટે બાર એસો. દ્વારા ૨૧ સભ્યોની કમિટી બનવામાં આવી હતી.
કમિટી બનતા જ બીજા દિવસે ડીસ્ટ્રિક જજે ૭ સભ્યોની નવી કમિટીની રચના કરી હતી. જે કમિટી વિશે બાર એસો. જાણ નો કરતા કમિટીમાંથી ચાર સીનીયર વકીલોએ રાજીનામાં આપ્યાં હતાં.ત્યારે બાર એસો.એક દિવસની પ્રતીક હડતાળ તેમજ જો અગામી સમયમાં ટેબલ વિવાદ ઉકેલાય નહિ તો આગામી લોક અદાલતનો બહિષ્કાર કરવાનું જાહેર કરવામાં આવ્યું હતુ.ઉપરાંત વકીલોને પડતી અગવડતા જેવી કે , લીફટ બંધ થઈ જવી, કેન્ટીન, ઝેરોક્ષ રૂમ, સ્ટેમ્પ વેન્ડરો તથા પીટીશન બોન્ડ રાઈટર, પત્રકારોની બેઠક વ્યવસ્થા, પાર્ટીશનનું કામ અટકેલ , કોર્ટ પાછળથી પ્રવેશતા ફલોર, વીંગ, રૂમ નંબરનું ડીમાર્ગેશન નહી, પાકીંગમાં નંબરીંગ નહી હોવું, ફન્ટ ગેઈટ બંધ, પોસ્ટ ઓફીસ તથા એ.ટી.એમ. જેવી અનેક સમસ્યા બાબતે વારંવાર ડીસ્ટ્રિક જજ ને લેખિત રજુઆતો કરવામાં આવતા તેનું નિરાકરણ થયું ન હતું. જ્યારે સુપ્રિમ કોર્ટના ચુકાદાને ધ્યાને રાખી વકીલો એક દિવસથી વધુ હડતાળ રાખી શકે નહિ. તેમજ આ મુદ્દે વકીલ દિલીપ પટેલે ઇ-મેલ દ્વારા સુપ્રિમ કોર્ટના ચીફ જસ્ટીસને પણ જાણ કરી હતી.
