Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
રાજકોટ
ટ્રેન્ડિંગ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
Whatsapp channel
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
રાજકોટ

રાજકોટમાં તસ્કરોના અચ્છે દિન’ !!

Mon, March 4 2024

દિવસ હોય કે રાત…ચોરટાંઓને કારણે ગજબનો ફફડાટ
૬૨ દિવસ, ૪૦ સ્થળ'ને ૯૯,૬૮,૬૦૦ની રોકડ સ્વાહા...

જાન્યુઆરીમાં ૧૪ તો ફેબ્રુઆરીમાં સૌથી વધુ ૨૫ જગ્યાએ ચોરીને અપાયો અંજામ, માર્ચનું તો ખાતું જ ૧૧.૫૦ લાખની ચોરીથી ખુલ્યું !

૧૮ તોલા સોનુ તેમજ ૧.૦૭ લાખની ચાંદી પણ ચોરાયા

એક સમય હતો કે જ્યારે રાજકોટમાં પોલીસનું નામ સાંભળીને તસ્કરોના હાજા ગગડી જતા હતા પરંતુ હવે પોલીસનું નામ સાંભળીને તસ્કરો હસી રહ્યા છે ! આવો ટોણો અત્યારે રાજકોટના પ્રબુદ્ધ નાગરિકો મારીને પોલીસને મોઢે મોઢ સંભળાવી રહ્યા છે. લોકોના આ ટોણો થોડો સ્વાભાવિક લાગી પણ રહ્યો છે કે કે ૨૦૨૪ના વર્ષને હજુ બે મહિના પૂર્ણ થયા છે અને ત્રીજા મહિનાના ચાર દિવસ જ પૂરા થયા છે ત્યાં સુધીમાં શહેરના અલગ-અલગ વિસ્તારોમાં એક-બે-ત્રણ નહીં બલ્કે ૪૦ સ્થળે તસ્કરોએ ચોરીને અંજામ આપી અનેક પરિવારનેપાયમાલ’ કરી નાખ્યા છે ! વોઈસ ઓફ ડે' પાસે ઉપલબ્ધ આંકડા અને માહિતી પ્રમાણે ૬૨ દિવસની અંદર શહેરમાં ૪૦ સ્થળેથી ૯૯,૬૮,૬૦૦ રૂપિયાની રોકડ ચોરાઈ જવા પામી છે. આ ઉપરાંત ૧૮ તોલા સોનુ તેમજ ૧.૦૭ લાખની ચાંદીની ચોરીને પણ અંજામ અપાયો હોવાનું સામે આવી રહ્યું છે.

જાન્યુઆરી જાન્યુઆરી મહિનામાં શહેરમાં ૧૪ સ્થળે ચોરીઓ થવા પામી છે જેમાં જામનગર રોડ પર રામ-લક્ષ્મણ આશ્રમમાંથી ૭ લાખ, મોટી ટાંચી ચોકમાં સ્કૂટરની ડેકી તોડી ૩૨ હજાર, રૈયા રોડ પર વીમાનગરમાં જીએસટી ઈન્સ્પેક્ટરના ઘરમાંથી ૨.૭૦ લાખ, ગાયત્રીનગરમાં પ્રવીણાબેન મહેતાના ઘરમાંથી ૨.૭૪ લાખ, ઘાંચીવાડમાં સ્વરૂપાબેન નામના મહિલાના ઘરમાંથી ૧.૪૨ લાખ, સોની બજારમાં મહેશ તામ્રકરની દુકાનમાંથી ૧.૨૦ લાખ, સંતકબી રોડ ઉપર ઈમિટેશન માર્કેટમાં ૩ દુકાનમાંથી ૯.૫૦ લાખ, હડાળામાં દર્શનાબેન નામના મહિલાના ઘરમાંથી ૫૦,૦૦૦, હડાળાની જડેશ્વર સોસાયટીમાં પાનની દુકાનમાં ૮૧૦૦, સ્વામીનારાયણ ચોકમાં કિન્નરઘા ઘરમાંથી ૫.૩૦ લાખ, થોરાળામાં શક્તિ સોસાયટીમાં હાર્દિક ટે્રડિંગમાંથી ૧.૦૭ લાખ, ગાંધીગ્રામમાં છોટુનગરમાંથી ૩.૯૦ લાખ, થોરાળામાં કામાણી ટે્રડિંગમાં ચડ્ડી-બનીયાનધારી ગેંગ દ્વારા ૧૫ લાખ સહિતની ચોરીને અંજામ આપવામાં આવ્યો છે. આ રીતે ૧૪ ચોરીમાં ૫૧,૫૪,૧૦૦ની રોકડ અને એક જગ્યાએથી ૧.૦૭ લાખનું ચાંદી ચોરાયું છે. ફેબ્રુઆરી ફેબ્રુઆરી મહિનો તસ્કરો માટે જાણે કેકમાણીરૂપ’ સાબિત થયો હોય તેવી રીતે ૨૫ ચોરીઓ થવા પામી છે.

આ મહિનામાં સૌથી મોટી ચોરી રેલનગરમાં અવધ પાર્કના પાંચ મકાનમાં રહેલા ૧૮ તોલા સોનું ચોરાયું છે. આ ઉપરાંત કૂવાડવા રોડ પર મુરલીધર ટ્રાન્સપોર્ટમાંથી ૨૪,૦૦૦, એરપોર્ટ પોલીસ મથક વિસ્તારમાં આવેલા ડેકોરા ગ્રેનાઈટ કારખાનામાંથી વાયર, થોરાળામાં ઈન્ડિયા સ્ક્રેપ કારખાનામાંથી ૨.૭૦ લાખ, જે.એમ.સી.નગરમાં શિક્ષિકાના ઘરમાંથી ૩૨,૦૦૦, અટલ સરોવર સાઈય ઉપરથી ૬૦,૦૦૦ના કેબલ, કાળીપાટ ગામે પાનની દુકાનમાંથી ૧૮,૦૦૦, જીવરાજ પાર્કમાં દિનેશ કણઝારીયાની સાઈટ પરથી ૧૫,૦૦૦નું લોખંડ, કણકોટમાં મવડી શ્યામ પાર્ટી પ્લોટમાં કારના કાચ તોડી ૧.૧૬ લાખ, કોઠારિયા રોડ પર લઘુશંકા કરવા ગયેલા પે-ટીએમના મેનેજરના ૩૨,૦૦૦ ભરેલો રોકડનો થેલો, બજરંગવાડીમાં રેલવેના નિવૃત્ત ગાર્ડના ઘરમાંથી ૨.૯૫ લાખ, થોરાળામાં સોનલબેન મકવાણાના ઘરમાંતી ૧.૬૫ લાખ, વામ્બે આવાસ યોજનામાં રહેતા કવિતાબેન નામના મહિલાના ઘરમાંથી ૧.૭૭ લાખ, કૂવાડવામાં આવેલા ટ્રાન્સપોર્ટમાંથી ૩.૫૮ લાખના મોબાઈલ, રેફ્યુજી કોલોનીમાં સુખદેવ ઈન્ડસ્ટ્રીઝમાંથી ૧.૦૩ લાખ, આરટીઓ એજન્ટના ઘરમાંથી ૩.૫૦ લાખ, રત્નમ સોસાયટીમાં અકિલેશ ગોંડલિયાના ઘરમાંથી ૧.૨૧ લાખ, રૈયા રોડ પર મીરાંનગરમાંથી ૫૩,૦૦૦, મેડ ફોર વીન પાર્ટી પ્લોટમાં લગ્ન પ્રસંગ દરમિયાન ૨.૫૦ લાખ, સાંઈબાબા પાર્કમાં ૩.૫૩ લાખ, અર્જુન પાર્ટી પ્લોટમાં આયોજિત લગ્ન પ્રસંગમાંથી ૩.૮૨ લાખ સહિતની ચોરીઓનો સમાવેશ થાય છે.

માર્ચ
માર્ચ મહિનાનું `ખાતું’ જ ૧૧.૫૦ લાખનીચોરીથી ખુલ્યું હોય તેવી રીતે ૧૫૦ ફૂટ રોડ પર ઈમ્પિરિયલ હાઈટસ પાસેથી અર્જુન અમૃતિયા નામના કારખાનેદારની પાર્ક કરાયેલી કારના કાચ તોડી તસ્કરો તેમાંથી ૧૦ લાખની રોકડ તેમજ ૧.૫૦ લાખની કિંમતનું લેપટોપ ચોરી ગયા છે.

કંઈક લોચો છે ? પોલીસનું આટલું બધું' પેટ્રોલિંગ છતાં, બેફામ ચોરી !

શહેરના પ્રબુદ્ધ નાગરિકો રોષપૂર્વક એવું પણ જણાવી રહ્યા છે કે રાજકોટમાં પોલીસ પૂરતું પેટ્રોલિંગ કરી રહી હોવાના દાવા એક નહીં બલ્કે અનેક વખત સાંભળવા મળ્યા છે અને આ સાંભળી સાંભળીને લોકોના કાન પણ હવે દુ:ખવા લાગ્યા છે ત્યારે યક્ષપ્રશ્ન એ છે કે જો પોલીસનુંઆટલું બધું’ પેટ્રોલિંગ હોય તો પછી ૬૨ દિવસની અંદર ૪૦ જગ્યાએ ચોરી થઈ કેવી રીતે શકે ?

૬૨ દિવસમાં બે વખત કારના કાચ, એક વખત સ્કૂટરની ડેકી તૂટ્યા, ૧૧.૪૮ લાખ ગાયબ
૬૨ દિવસમાં શહેરમાં ૪૦ ચોરીને અંજામ અપાયો છે જેમાં ત્રણ ચોરી એવી છે જે કારના કાચ ફોડીને કરવામાં આવી છે. ૨૩ ફેબ્રુઆરીએ હોટેલ સયાજી પાસે જીમ સંચાલકે પાર્ક કરેલી કારના કાચ તોડી તેમાંથી ૧.૪૦ લાખ ઉપરાંત ૨ માર્ચે ઈમ્પિરિયલ હાઈટસ પાસે કારખાનેદારે પાર્ક કરેલી કારના કાચ તોડીને ૧૦ લાખની રોકડ સેરવી લેવાઈ છે. આ ઉપરાંત ૭ જાન્યુઆરીએ મોટી ટાંકી ચોકમાં પાર્ક કરેલા સ્કૂટરની ડેકી તોડી તેમાંથી ૩૨ હજારની રોકડની ચોરીને અંજામ અપાયાનું પોલીસ ચોપડે નોંધાયું છે.

બાતમીદારો ઘટી ગયા કે…? અનેક ચોરીના ભેદ હજુ પણ અકબંધ
એવું નથી કે તમામ ચોરીના ભેદ હજુ અકબંધ છે…અત્યાર સુધીમાં પોલીસે અનેક ચોરીના ભેદ ઉકેલી નાખી આરોપીઓને દબોચી પણ લીધા છે પરંતુ ડિટેક્શન રેશિયો હજુ પણ ઓછો હોવાનું જાણકારો જણાવી રહ્યા છે. ખાસ કરીને થોરાળામાં ચડ્ડી-બનીયાનધારી ગેંગે થોરાળાના કમાણી ટે્રડિંગમાં ત્રાટકીને ૧૫ લાખની રોકડ ચોરીનો બનાવ હજુ સુધી પોલીસ ઉકેલી શકી નથી. આ ઉપરાંત હજુ આવી નાની-નાની ચોરીઓ ઘણી છે જેના આરોપી પોલીસ પકડથી દૂર છે.

કાર-બાઈક-સાઈકલની ચોરીઓ પણ ‘અગણિત'

રોકડ, સોના-ચાંદીના દાગીના ઉપરાંત શહેરમાંથી કાર, બાઈક અને હદ તો ત્યાં થઈ જાય કે સાઈકલની ચોરીઓ પણ એટલી જ વધી ગઈ છે. આ ઉપરાંત છોટા હાથી, રિક્ષા સહિતના વાહનોની ચોરીઓ પણ રોજિંદી નોંધાઈ રહી હોય આખરે તસ્કરોને આટલુંમોકળું મેદાન’ મળી કઈ રીતે ગયું છે તે પ્રશ્ન પણ ઉપસ્થિત થયા વગર રહેતો નથી.

Share Article

Other Articles

Previous

રાજકોટની આજી નદીના કિનારે આવેલા શિવ મંદિરની રસપ્રદ આધ્યાત્મિક કહાની

Next

સમજી વિચારીને બોલવા અને વિવાદિત નિવેદનોથી દૂર રહેવા વડાપ્રધાનનો મંત્રી મંડળની બેઠકમાં અનુરોધ

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
2 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
2 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
2 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
1 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
2 સપ્તાહs પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
4 સપ્તાહs પહેલા
ગુજરાત
ગુજરાત પર વાવાઝોડાનું સંકટ : અરબી સમુદ્રમાં ચક્રવાતી સિસ્ટમ ઉદભવતા ભારે વરસાદની હવામાન વિભાગે કરી આગાહી
3 સપ્તાહs પહેલા
ગુજરાત
Most Share
ટૉપ ન્યૂઝ
જ્યોતિ જાસૂસની મુશ્કેલી વધી : વધુ 14 દિવસ માટે જેલ હવાલે, કોર્ટે રિમાન્ડ લંબાવતા થઈ શકે છે મોટા ખુલાસા
1 કલાક પહેલા
શું બાબુભૈયાની ‘હેરા ફેરી 3’માં વાપસી? પરેશ રાવલના નવા ટ્વીટથી ફેન્સ થયા ખુશ, જાણો શું મળ્યા સંકેત  
2 કલાક પહેલા
અમેરિકાના ન્યુ જર્સીમાં આવેલા વિરાણી જવેલર્સમાં ધોળા દિવસે લૂંટ : લુંટારુઓ લાખો ડોલરના દાગીના લઈને ફરાર
2 કલાક પહેલા
અમને એર ડિફેન્સ સિસ્ટમ આપો : પાકિસ્તાને અમેરિકા પાસે ભીખ માંગી
3 કલાક પહેલા
Categories

નેશનલ

2171 Posts

Related Posts

દેશમાં અત્યાર સુધીમાં કોરોના JN1ના નવા વેરીએન્ટના 63 કેસ
Breaking
1 વર્ષ પહેલા
કોલકત્તા નાઈટ રાઈડર્સનો કેપ્ટન બન્યો શ્રેયસ અય્યર, નીતિશ વાઈસ કેપ્ટન
સ્પોર્ટ્સ
1 વર્ષ પહેલા
સમિટનું સમાપન, નવેમ્બરમાં ફરી વર્ચુઅલ સમિટની મોદીની જાહેરાત
નેશનલ
2 વર્ષ પહેલા
હવે આ ઉમેદવારો તલાટીની પરીક્ષા નહિ આપી શકે, વાંચો કારણ
ટૉપ ન્યૂઝ
1 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર