1993 ના શ્રેણીબધ્ધ ધડાકાના આરોપીનું શું થયું ? વાંચો
કોર્ટે કોને કરી સજા ?
અજમેરની ટાડા કોર્ટે 1993ના શ્રેણીબદ્ધ બોમ્બ બ્લાસ્ટ કેસમાં આતંકવાદી અબ્દુલ કરીમ ટુંડાને નિર્દોષ જાહેર કર્યો હતો. આ ઉપરાંત આ કેસમાં અન્ય બે આરોપી ઈરફાન અને હમીદુદ્દીનને આજીવન કેદની સજા ફટકારવામાં આવી હતી. હાલ ટુંડા અજમેરની જેલમાં બંધ છે. 30 વર્ષ બાદ કોર્ટે આ કેસમાં ચુકાદો આપ્યો હતો.
અયોધ્યામાં બાબરી મસ્જિદના ધ્વંસ પછી, 1993માં કોટા, લખનઉ, કાનપુર, હૈદરાબાદ, સુરત અને મુંબઈની ટ્રેનોમાં શ્રેણીબદ્ધ બોમ્બ બ્લાસ્ટ થયા હતા અને ટુંડા આ કેસોમાં આરોપી હતો. કોર્ટે શ્રેણીબદ્ધ બોમ્બ બ્લાસ્ટ કેસમાં લગભગ 30 વર્ષ બાદ પોતાનો ચુકાદો આપ્યો હતો.
અજમેરની ટાડા કોર્ટના ન્યાયાધીશ મહાવીર પ્રસાદ ગુપ્તાએ અનેક સાક્ષીઓ, પુરાવાઓ અને વર્ષોની ચર્ચા પછી પોતાનો ચુકાદો આપતાં આતંકવાદી અબ્દુલ કરીમ ટુંડાને નિર્દોષ જાહેર કર્યો હતો. અબ્દુલ કરીમ ટુંડાના વકીલ શફકત સુલતાનીએ જણાવ્યું હતું કે સીબીઆઈ કોર્ટ દ્વારા કરાયેલા આરોપોને કોર્ટે સ્વીકાર્યા નથી અને આરોપીને નિર્દોષ જાહેર કર્યો હતો. આ ઉપરાંત આ કેસમાં અન્ય બે આરોપી ઈરફાન અને હમીમુદ્દીનને કોર્ટે દોષિત ઠેરવ્યા છે અને તેમને આજીવન કેદની સજા ફટકારી હતી.