હિમાચલ પ્રદેશની કોંગ્રેસ સરકારને જીવતદાન
અધ્યક્ષ છે ભાજપના 15 ધારાસભ્યોને સસ્પેન્ડ કર્યા બાદ બજેટ પાસ: વિધાનસભા ત્રણ મહિના માટે સ્થગિત
રાજ્યસભાની ચૂંટણીમાં છો ધારાસભ્યોના ક્રોસ વોટીંગ ને કારણે પરાજય પામ્યા પછી સંકટમાં આવી ગયેલી હિમાચલ પ્રદેશની કોંગ્રેસ સરકારને વિધાનસભાના અધ્યક્ષ છે ઉગારી લીધી હતી. અધ્યક્ષ છે ભારતીય જનતા પક્ષના 15 ધારાસભ્યોને સસ્પેન્ડ કરી દીધા બાદ બુધવારે બજેટ બહુમતીથી પસાર થઈ ગયું હતું અને અધ્યક્ષ છે ત્રણ મહિના માટે વિધાનસભા સ્થગિત કરવાનો નિર્ણય જાહેર કર્યો હતો. આ સંજોગોમાં હાલ પૂરતું સરકાર ઉપરનું સંકટ પડી ગયું હોવાનું ચિત્ર ઉપસ્યું છે.
મંગળવારે રાજ્યસભાની ચૂંટણીમાં કોંગ્રેસના ઉમેદવારને પરાજય મળ્યા બાદ સુખવિંદર સિંઘ સુખુ સરકારના મંત્રી અને ભૂતપૂર્વ મુખ્યમંત્રી વીરભદ્ર સિંહના પુત્ર વિક્રમાદિત્ય સિંહે પ્રધાન પદેથી રાજીનામું આપતા કોંગ્રેસ નું સંકટ વધુ ઘેરુ બન્યું હતું.
રાજ્યસભાની ચૂંટણીમાં કોંગ્રેસના ઉમેદવાર અભિષેક મનુ સિંઘવીના પરાજય બાદ બુધવારે ભૂતપૂર્વ મુખ્યમંત્રી જયરામ ઠાકુરની આગેવાની હેઠળ ભાજપના ધારાસભ્યો ગવર્નર શિવપ્રસાદ શુક્લને મળ્યા હતા અને સુખવિન્દર સુખુ સરકાર બહુમતી ગુમાવી ચૂકી હોવાનો દાવો કરી ફ્લોર ટેસ્ટ માટે આદેશ કરવાની માગણી કરી હતી. જયરામ ઠાકુરે કહ્યું કે સુખવિંદર સરકારને એક મિનિટ માટે પણ સત્તા ઉપર રહેવાનો નૈતિક અધિકાર નથી. તેમણે બજેટ પસાર કરવા માટે ધ્વનિ મત ને બદલે ડિવિઝન ઓફ વોટ ની માગણી કરી હતી.આ પદ્ધતિમાં ધારાસભ્યોએ ઉભા થઈને અથવા તો હાથ ઊંચો કરીને મત આપવાનો હોય છે. જયરામ ઠાકુરે કહ્યું કે ડિવિઝન ઓફ વોટ પદ્ધતિથી મતદાન કરવાને કારણે કોની પાસે કેટલા ધારાસભ્યો છે તે સ્પષ્ટ થઈ જશે અને કોંગ્રેસ સરકારે બહુમતી ગુમાવી દીધી છે તે પણ નક્કી થઈ જશે.
જો કે અધ્યક્ષ છે ભાજપના 15 ધારાસભ્યોને સસ્પેન્ડ કરી દેતા સમીકરણ બદલાઈ ગયા હતા. એ ધારાસભ્યોની ગેરહાજરીમાં જ મતદાન યોજાતા ભાજપના બાકીના દસ ધારાસભ્યોએ સદનનો બહિષ્કાર કર્યો હતો અને બજેટ પસાર થઈ ગયું હતું. માં અધ્યક્ષ છે ત્રણ મહિના માટે વિધાનસભા સ્થગિત કરવાનો નિર્ણય જાહેર કર્યો હતો.
મારી સરકાર પાંચ વર્ષ પૂરા કરશે: સુખવિંદર સિંઘનો દાવો
હિમાચલ પ્રદેશના મુખ્યમંત્રી સુખવિન્દર સિંઘ સુખુએ રાજીનામું આપ્યું હોવાની અફવા એ જોર પકડ્યું હતું. બાદમાં તેમણે પત્રકારો સાથેની વાતચીતમાં એ આપવાનું ખંડન કરી તેમની સરકાર ઉપર કોઈ સંકટ ન હોવાનો દાવો કર્યો હતો. તેમણે કહ્યું કે આ લોકોની ચુંટેલી સરકાર છે, ભાજપ સત્તા અને નાણાંના જોડે ધારાસભ્યો ખરીદી અને સરકાર ગબડાવા માંગે છે પરંતુ તેનો તે ઇરાદો પાર નહીં પડે. જો કે તેમને કેટલા ધારાસભ્યોનું સમર્થન છે તે કહેવાનો તેમણે ઇનકાર કર્યો હતો અને ભાજપના કેટલાક ધારાસભ્યો પણ તેમના સંપર્કમાં હોવાનો દાવો ઠોક્યો હતો.