બોર્ડની પરીક્ષાઓના એક્શન પ્લાન માટે આજે કલેકટરના અધ્યક્ષસ્થાને બેઠક
રાજકોટ જિલ્લામાં 80510 વિદ્યાર્થીઓ આપશે પરીક્ષા : પરીક્ષા સમિતિની બેઠક બાદ બપોરે 3 વાગ્યે સચિવ સાથે વિડીયો કોન્ફરન્સ યોજાશે
આગામી તા.11 માર્ચથી શરૂ થઇ રહેલ ધોરણ-10 અને ધોરણ -12 ની બોર્ડની પરીક્ષાના આયોજન અને તૈયારીને લઇ આવતીકાલે જિલ્લા કલેકટરના અધ્યક્ષસ્થાને પરીક્ષા સમિતિની બેઠક બાદ સચિવ સાથે વિડીયો કોન્ફરન્સ બાદ બોર્ડની પરીક્ષાઓ અંગેનો એક્શન પ્લાન ઘડી કાઢવામાં આવશે.
આગામી તા.11માર્ચથી શરૂ થઇ રહેલ ધોરણ-10 અને ધોરણ -12 ની બોર્ડની પરીક્ષામાં જિલ્લામાં જાહેરનામા પ્રસિદ્ધ કરવા સહિતની કામગીરી પૂર્ણ કરી લેવાઈ છે ત્યારે આવતીકાલે જિલ્લા કલેકટરના અધ્યક્ષસ્થાને પરીક્ષા સમિતિની બેઠક બાદ બપોરે 3 વાગ્યે સચિવ સાથે વિડીયો કોન્ફરન્સ બાદ બોર્ડની પરીક્ષાઓ અંગેનો એક્શન પ્લાન ઘડી કાઢવામાં આવશે.
ઉલ્લેખનીય છે કે, રાજકોટ જિલ્લામાં ધોરણ-10માં 45642, ધોરણ -12 સાયન્સમાં 8653 અને ધોરણ -12 સામાન્ય પ્રવાહમાં 26215 સહિત કુલ 80,510 વિદ્યાર્થીઓ પરીક્ષા આપનાર છે રાજકોટ જિલ્લામાં કુલ 12 સેન્ટર ઉપરથી સમગ્ર પરીક્ષા કામગીરીનું સંચાલન કરવામાં આવનાર હોવાનું જાણવા મળે છે.