મારા હૃદયમાં રાજકોટ માટે હંમેશા ખાસ જગ્યા: મોદી
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે ડ (ટ્વિટર) પ્લેટફોર્મ ઉપર લખ્યું છે કે, મારા હ્રદયમાં રાજકોટ માટે હંમેશા ખાસ જગ્યા રહેશે. આ એ શહેર છે જેણે મારામાં વિશ્વાસ મુક્યો હતો અને મારી પહેલી ચૂંટણીમાં મને વિજયી બનાવ્યો હતો. ત્યારથી લઈને આજ દિવસ સુધી મેં જનતા જનાર્દનને ન્યાય મળે તે માટે કામ કર્યું છે. એક અદ્ભુત સંયોગ છે કે હું બે આજે અને કાલે ગુજરાતની મુલાકાતે છું અને મારો એક કાર્યક્રમ રાજકોટમાં છે જ્યાંથી હું પાંચ એઈમ્સનું લોકાર્પણ કરવાનો છું. આ પોસ્ટ સાથે નરેન્દ્ર મોદીએ એક જુનો વિડીયો પણ શેર કર્યો છે જેમાં તેઓ જયારે ૨૪/૨/૨૦૦૨નાં રોજ રાજકોટ વિધાનસભા-૨ની ચૂંટણી જીત્યા હતા ત્યારના દશ્યો છે. આજથી બરાબર ૨૨ વર્ષ પહેલા નરેન્દ્ર મોદી પહેલી વાર ધારાસભ્ય બન્યા હતા.